www.GraminPatrika.com: ઉંમર આંકડાઓથી નહીં ઈરાદાથી મપાય છે Blogger Widgets

ઉંમર આંકડાઓથી નહીં ઈરાદાથી મપાય છે

       60 વર્ષની ઉંમરે રંગકામ કરતી મહિલા
ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા મનોરપુરા ગામ આવેલા રાધાબેન મહારાજ ચર્ચોનો વિષય બની જવા પામ્યા છે. સુરત શહેરથી આ નાનકડાં મનોરપુરા ગામમાં રાધાબેન રંગકામનું કામ કરવા માટે ધર્મના ભાઈને ત્યાં આવ્યાં છે. 60 વર્ષના રાધાબેન 30 વર્ષથી રંગકામ કરી રહ્યાં છે. 60વર્ષની ઉંમરે રંગકામ કરતા જોઈને લોકો આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. સ્વભાવે ધાર્મિક એવા રાધાબેન રંગકામ પહેલા અનેક કામ કરી ચૂંક્યા છે. પરંતુ રંગકામ તેમને સૌથી વધારે ગમી ગયું હતું. વિવિધ રંગોનો ઉપયોગ કરીને સામાન્ય લાગતાં મકાનની સુંદરતા વધારવી તેમની માટે ગર્વ અને ઉત્સાહ વધારે તેવી કામગીરી છે તેમ તેઓ જણાવી રહ્યાં છે.


 રંગકામ સાથે સંકળાયેલા રાધાબેનના જીવનમાં સંધર્ષ નાની વયે શરૂ થઈ ગયો હતો. ધોળકા તાલુકાના સરાઢે ગામમાં જન્મેલા રાધાબેનના લગ્ન જલ્દી થઈ ગયા હતા. કોઈ દિવસ સ્કૂલના પંગથિયે ન ચઢેલા રાધાબેન માટે ભણતર દૂર રહ્યું છે. લગ્ન બાદ પતિ સાથે સુરત આવીને વસવાટ કર્યો અને લગ્નજીવન શરૂ થયાનાં અમુક વર્ષો બાદ પતિનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. જેથી પોતાના બે બાળકની જવાબદારી તેમના માથે આવી ચઢી હતી. આ જવાબદારીનો સ્વીકાર કરીને રાધાબેન શરૂઆતમાં ભરતકામ કરતા હતાં. પરંતુ તે કામમાં બાળકોનો અભ્યાસ અને સાથે રોજિંદો ખર્ચની કમાણી થાય તે શક્ય ન હતી. જેથી સાથેસાથે તે કપરા દિવસો દરમ્યાન રાધાબેન મજૂરી કામ પણ કરતા હતાં. જેમાં તેમને એક ઓરડીનું રંગકામ કરવાનું કામ એક દુકાનદાર મારફતે મળ્યું હતું. જે કામનો તેમને સ્વીકાર કર્યો અને ત્યાર બાદ તેમને એક પછી એક કામ મળવા લાગ્યાં અને ત્યારથી તેમને પાછું વળીને જોયું નથી.

 જોકે તેમના મતે જ્યારે હું રંગકામ કરૂં છું. ત્યારે અનેક લોકોને નવાઈ લાગે છે. આ ઉપરાતં સુરતમાંથી એક એનઆરઆઈ દ્રારા લંડનમાં રંગકામ માટે બોલાવામાં આવી હતી. પરંતુ મારા બાળકોનો અભ્યાસ ચાલતો હતો અને હું સુરતમાંથી રંગકામ કરીને સારૂ કમાઈ લઉં છું. જેથી મારા માટે  લંડન જવું અશક્ય બાબત હતી. મે મારી જવાબદારીનો સ્વીકાર કરીને જીવન સાથે લડતી રહી છું.

આ સાઈઠ વર્ષની જિંદગીમાં માત્ર ત્રીસ વર્ષમાં જ સારી પ્રગતિ કરી છે. જેમાં મે મારા બન્ને બાળકોને ભણાવ્યા અને તેમના લગ્ન પણ કરાવ્યાં ઉપરાતં મે સુરતમાં એક મકાન પણ લીધુ છે. જેથી મારા બન્ને બાળકો અને તેમના છોકરાઓને મારી જેમ કપરા દિવસો જોવાનો સમય આવે નહી. જોકે હાલના દિવસોમાં બન્ને છોકરોઓ હિરા ઉધોગ સાથે સંકળાયેલા છે. બન્ને દિકરાઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે. પરંતુ હજૂ પણ હું મારી જવાબદારી જાતે જ ઉઠાવી રહ્યું છું. આટલી મોટી ઉંમરે મને રંગકામ જેવું મજૂરીકામ કરતા જોઈને ઘણાં લોકો મને નિરાંતે આરામ કરવાની સલાહ આપે છે. પરંતુ મારા મતે આ જમાનામાં દરેક માણસે પોતાના પગ ઉપર ઉભા રહેવું ઘણું જરૂરી છે. અને  હું મારા અંતિમ શ્વાસ સુધી રંગકામ કરું તે મારી અંતિમ ઈચ્છા છે. 

મારા જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યાં છે. જેમાં હું એકલી પડી ગઈ હતી.પરંતુ હું મારા આત્મબળના કારણે આજે અડીખમ ઉભી છું. અને આ આત્મવિશ્વાસ હમેશા આવો રહે તે માટે કામ કરવું જરૂરી છું. જો હું એક વખત કામ બંધ કરી દઈશ તો હું લાચાર બની જઈશ. અને મારું આ સ્વાવલંબી જીવન પરાવલંબી થઈ જશે જે મને મંજૂર નથી.  ભણતર જીવનમાં કેટલું જરૂરી છે તે બાબતે રાધાબેનના મતે નિરક્ષરતા એક પાપ છે. જેનો અફસોસ મને હજૂ પણ છે.

 જે લોકો ભણતાં નથી તે પોતાની આત્મા સાથે અન્યાય કરે છે. આત્માને શિક્ષણ આપવું જરૂરી છે. અને જો ભણતરથી દૂર રહીએ તો તે એક પાપ કરવા સમાન છે. મારાથી તે પાપ થયું છે. અને તેનો મને અફસોસ છે. મારા જન્મ વખતે  તે જમાનામાં દિકરીના ભણતર ઉપર ભાર મૂકવામાં આવતો ન હતો. જેની અસર આજના દિવસોમાં મને થઈ છે.





રાકેશ પંચાલ