www.GraminPatrika.com: ઓડ ચુકાદાનો વિરોધ Blogger Widgets

ઓડ ચુકાદાનો વિરોધ

         ઓડ મામલે કોર્ટના ચુકાદાનો ઉગ્ર વિરોધ
12મી એપ્રિલના રોજ આણંદ જિલ્લા અને સત્ર કોર્ટ ખાતે ઓડ હત્યાકાંડના દોષી આરોપીઓને લાવામાં આવ્યા હતા. કોર્ટ પરિસરમાં આરોપીઓના પ્રવેશવાની સાથે જ કોર્ટ પરિસરનું વાતારવરણ તંગ બની જવા પામ્યું હતું. એક તરફ સમગ્ર કોર્ટ પરિસરમાં એસઆરપી અને પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોર્ટની અંદર જતાં દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી હતી. આરોપીઓના પરિવરજનો ચિંતામાં ડૂબેલા જણાઈ રહ્યાં હતા. જોકે સવારે કોર્ટ ખુલતાની સાથે ઓડ હત્યાકાંડમાં દોષી ઠરેલા 23 આરોપીઓની સજા જાહેર કરી દેવામાં આવી હતી. જેમાં 302ની કલમ અંતર્ગત દોષી ઠરેલા 18 લોકોને આજીવન કેદ અને 5800 રૂપિયનો દંડ જ્યારે  307ની કલમ હેઠળ દોષી ઠરેલા  અન્ય પાંચ આરોપીઓને પાંચ વર્ષની કેદ અને 3800 રૂપિયોનો દંડ ફટકાર્યો છે.આણંદની વિશેષ કોર્ટ દ્રારા સજા જાહેર થયા બાદ  કોર્ટ પરિસરમાં પોલીસ અને આરોપીઓના પરિવારજનો વચ્ચે વાતાવરણ તંગ બની જવા પામ્યું હતુ.
આરોપીની પત્નિ કોમલબેન પટેલ અચાનક મીડિયા સમક્ષ આવી જઈને કોર્ટના આ ચુકાદાને અન્યાય જણાવીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં હતાં.તેની સાથે અન્ય લોકો પણ તેમની સાથે જોડાઈને કોર્ટના ન્યાય સામે સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતાં.જેથી  કોર્ટ પરિસરમાં વાતાવરણ ઉગ્ર બની જતાં પોલીસ દ્રારા સત્વરે કામગીરી હાથમાં લીધી હતી. પોલીસ દ્રારા લોકોના  હાથ પકડીને કોર્ટ પરિસરની બહાર જવાની ફરજ પાડવમાં આવી હતી.

કોર્ટના ચુકાદા બાબતે  સરકારી વકીલના મતે કોર્ટના આ ચુકાદાથી હત્યાકાંડનો ભોગ બનેલા પરિવારજનો સંતુષ્ટ છે. જ્યારે બચાવ પક્ષના વકીલના મતે કોર્ટ દ્રારા આપવામાં આવેલો ચુકાદો શિરોમાન્ય છે. પરંતુ હજૂ ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે અપીલ કરવામાં આવશે.
એક તરફ કોર્ટ પરિસરમાં આરોપીઓના પરિવારજનો ચિંતામાં હતાં. તો બીજી તરફ પોલીસ અને એસઆરપીના જવાનો ખડેપગે ઉભા હતા.કોર્ટ પરિસરમાં એસઆરપીના 40 જેટલા જવાનો તેમજ આણંદ પોલીસના 70 જવાનો ફરજ ઉપર સવારથી તૈનાત કરવામાં આવ્યા હતાં.કોર્ટના ચુકાદો આવ્યા બાદ ઓડ ગામની પરિસ્થિતિ કાબૂમાં રહે તે માટે ઉમરેઠ તાલુકાનું ઓડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.આજે આવેલા કોર્ટના ચુકાદા બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને એસઆરપીના જવાનો ઓડ ગામમાં ભારે સંખ્યામાં ગોઠવાઈ ગયા છે.






રાકેશ પંચાલ