www.GraminPatrika.com: શું પાણીમાં ક્લોરીનેશનનો અભાવ હતો. Blogger Widgets

શું પાણીમાં ક્લોરીનેશનનો અભાવ હતો.


ઉમરેઠના ઓડ ગામમાં ઝાડા-ઉલટીનો રોગચાળો
આણંદ જિલલાના ઉમરેઠ તાલુકામાં આવેલ ઓડ ગામમાં પાણીજન્ય રોગચાળો વક્યો છે.દુષિત પાણી પીવાથઈ છેલ્લા બે દિવસમાં 25થી વધુ વ્યક્તિઓ ઝાડા-ઉલટીનો ભોગ બન્યા છે. ઝાડા-ઉલટીની અસર પામેલા વ્યક્તિઓને સ્થાનીય, પ્રાઈવેટ કે બહારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.







 જોકે તંત્ર દ્રારા પાણીમાં ક્લોરીનેશનનો અભાવ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ વિકાસશીલ ભારતના વિકસિત ગુજરાતના નાનકડાં ગામમાં વસતા અને માત્ર કહેવાતી વિકસિત ગ્રામીણ પ્રજાને શું ક્લોરીનેશન કરેલ પાણીનો પણ અભાવ છે ?






રાકેશ પંચાલ