www.GraminPatrika.com: ગ્રામીણ યુવાનો અને ઈન્ટરનેટ ? Blogger Widgets

ગ્રામીણ યુવાનો અને ઈન્ટરનેટ ?

આ બાબતે તેમ શું વિચારો છો.

આજના આધુનિક યુગમાં ઈન્ટરનેટનો વ્યાપ વધી ગયો છે. જેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ,લશ્કર, સહિત સરકારી ખાનગી કચેરીઓમાં ભરતીમાં ફોર્મ વિતરણ સહિતની પ્રકિયા ઓનલાઈન કરી છે. જેથી શહેરી યુવાનો ખુશ થયા છે. જ્યારે નાનકડાં ગામમાં વસવાટ કરતા યુવાનો માટે ઈન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ નથી.  જેથી ગ્રામીણ યુવાનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ચરોતરમાં કેટલાંય મોબાઈલ ટાવર છે. પરંતુ ત્યાં ઈન્ટરનેટ સર્વિસ સારી કહી શકાય તેવી નથી. જેથી જેમની પાસે સુવિધા છે તે પણ શોભાના ગાંઠિયા સમાન છે. એક તરફ સરકાર દ્રારા આ  પ્રકારના નિર્ણયથી ગ્રામીણ યુવાનો મૂંઝવણ અનુભવી રહ્યાં છે. પરીક્ષાની તમામ કામગીરી સરકારી બેન્કો કે પોસ્ટ ઓફિસ મારફતે કરી દેવામાં આવે તો ગ્રામીણ યુવાનો ભારે માત્રામાં સરકારી નોકરીઓમા જોડાઈ શકે તેમ છે. તેમ યુવાનો જણાવી રહ્યાં છે. પરંતુ આ પ્રકારની મુશ્કેલીજનક વ્યવસ્થા ગ્રામીણ યુવાનો માટે કરવાથી કેટલાંય યુવાનો આ વખતે ફોર્મ કદાચ ન ભરી શકે તેમ જણાય રહ્યું છે.






રાકેશ પંચાલ