www.GraminPatrika.com: ખેડા ભાજપની આદિવાસી સમાજ સંદર્ભે રેલી Blogger Widgets

ખેડા ભાજપની આદિવાસી સમાજ સંદર્ભે રેલી

કોંગ્રેસ પાર્ટી હતાશા અનુભવી રહી છે- ખેડા ભાજ
ખેડા જિલ્લાના તાલુકા મથકે ખેડા ભાજપ દ્રારા  2 માર્ચ, શુક્રવારના રોજ આદિવાસી સમાજના હિત-કલ્યાણ સંદર્ભે રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી ભાજપ કાર્યાલયથી શરૂ કરીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. જ્યાં અધિક કલેક્ટર આર.કે. રાઠોડને આવદેનપત્ર આપવામાં આવ્યું હતું.

આ રેલી મારફતે લોકોને  ભાજપ સરકાર દ્રારા આદિવાસી સમાજ તેમજ વિકાસથી વંચિતો માટે કરાયેલા કામોથી વાકેફ કરવામાં કરાઈ હતી. જેથી લોકો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી સરકારના વિકાસના કામોથી જાગૃત થાય. ઉપરાંત આદિવાસી વિસ્તારમાં થઈ રહેલા વિકાસકામોને કોંગ્રેસ અવરોધી રહી છે. વિધાનસભાના યુવાન અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની સુચારૂ વિધાનસભાની કાર્યવાહીને અવરોધી અવિશ્વાસ પ્રસ્તાવ સુધી કોંગ્રેસ પહોંચી  પોતાની આદિવાસી વિરોધી માનસિક્તાને ખુલ્લી પાડી છે.


મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં વિધાનસભાના ગરીમાપુર્ણ સ્થાન સ્પીકરના હોદ્દા પર આદિવાસી સમાજના યુવા નેતા ગણપતભાઈ વસાવાને નિયુક્ત કરીને સરકારે કરણી અને કરની વચ્ચેનો ભેદ  મિટાવી દીધો છે. જેથી કોંગ્રેસ હતાશા અનુભવી રહી છે. જેવા આક્ષેપો કર્યા હતાં.






રાકેશ પંચાલ