www.GraminPatrika.com: હોળી-ધૂળેટીમાં વિસરાતી રમતો Blogger Widgets

હોળી-ધૂળેટીમાં વિસરાતી રમતો

હોળી-ધૂળેટીમાં વિસરાયેલી રમતો
 હોળી-ધૂળેટીના પર્વ દરમ્યાન અનેક ઠેકાણે વિવિધ પ્રકારની રમત રમવામાં આવે છે. આ રમતો મોટે ભાગે ટોળાં રમાતી રમતો છે. જેમાંની ચરોતરની અમુક રમતોનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. ચરોતરના અમુક ગામડાંઓમાં ધૂળેટીના દિવસે માલ-દાડી રમવામાં આવી હતી. ગામડાંઓમાં સવારથી ધૂળેટી રમવાનું શરૂ થઈ છે. એક ફળિયાની ટોળકી બીજા ફળિયામાં જાય છે. આ પ્રકારે આખું ગામ બપોર સુધીમાં રંગે રંગાઈ જાય છે. ત્યાર બાદ બપોરમાં બધા એક ચકલે ભેગા થાય છે અને ત્યાં ટોળાંને બે ટોળકીમાં વહેંચવામાં આવે છે. આ બે ટોળકી વચ્ચે માલ-દડાંની રમત રમવામાં છે અથવાતો બગડેલા શાકભાજીથી બન્ને ટોળકીના સદસ્યો એકબીજા ઉપર હુમલો કરતા હોય છે. પરંતુ જ્યારથી મોંઘવારીના દર્શન થયા અને શાકભાજી મોંઘી થઈ ગઈ છે ત્યારથી આ રમતો મરી પરવારી છે.

   આ ઉપરાંત ગાયના છાળમાંથી હોળૈયાં બનાવવામાં આવતા હતાં. કાળક્રમે આ પ્રવૃતિ ઘણી ઓછી થઈ ગઈ છે. પહેલા ગામની છોકરીઓ અઠવાડિયા પહેલા આ પ્રકારની પ્રવૃતિમાં વ્યસ્ત થઈ જતી હતી. પરંતુ હાલના આ આધુનિક જમાનામાં આ પ્રવૃતિ પ્રત્યે રસ ધરાવતાં ઘણા ઓછા છે. આ ઉપરાંત હોળીના અઠવાડિયા પહેલા ગામડાંઓમાં ગેડી-દડાની રમત રમવામાં છોકરાઓ વ્યસ્ત થઈ જતાં હતા. પરંતુ હાલના છોકરોઓને આ રમત વિશે જાણકારી પણ નથી. ક્રિક્રેટ રમીને મોટા થયેલા આ છોકરાઓને ગેડી-દડાન રમત અટપટી લાગે છે. પરંતુ  પહેલા આજ  રમત હોળી વખતે જુસ્સા સાથે રમાતી હતી.

  હોળાષ્ટક શરૂ થતાં ગામડાના યુવાન અને બાળકો પહેલાંના જમાનામાં જુના-કપડાંઓને સુતરીઓ બાંધીને દડો બનાવતા હતા અને બાવળના લાકડાના દંડાથી ગેડીદડાની રમત આરંભાતી હતી. ગામના યુવાનો, બેભાગમાં વહેંચાઈ જતા હતા અને બે ટીમો વચ્ચે દ્વંદયુધ્ધ ખેલાતું હતું. ગામની મહિલાઓ અને યુવતિઓ છાણાં વીણીને હોળૈયાં બનાવી ભીંત પર કે ખુલ્લી જમીનમાં ચુકવતી હતી.

આ હોળૈયાંને મહિલાઓ અને યુવતિઓ સાંજના હોળી પ્રાગટ્ય સ્થાને લઈ જતી અને હોળીના અગ્નિ પ્રાગટ્ય પૂર્વે અર્પણ કરતી હતી. આજની નવી પેઢી મોબાઈલ અને કમ્પ્યૂટરની સાથે સાયબર કાફેમાં વિવિધ રમતો રમતાં શીખી ગયા છે અને પોતાની પરંપરાના તહેવારો દરમિયાન રમાતી ગેડી-દડા જેવી અનેક  રમત વિસરાઈ ગઈ છે.






રાકેશ પંચાલ