www.GraminPatrika.com: બાળકી આવી ઘરે લક્ષ્મી લાવી Blogger Widgets

બાળકી આવી ઘરે લક્ષ્મી લાવી

 નડિયાદ શહેરની એડીને આવેલા ઉતરસંડા ગામની એકહોસ્પિટલમાં અનોખી પ્રથા છે. બાળકીના જન્મે એટલે  ઘરમાં લક્ષ્મી આવી તેમ કહેવામાં આવે છે. જેથી ઉતરસંડાની આ ચતુરદાસ ગંગાદાસ જનરલ હોસ્પિટલમાં એક એનઆરઆઈ ગુજરાતી દ્રારા અનોખી પ્રથા શરૂ કરવામાં આવી છે. જે બાળકીનો જન્મ આ હોસ્પિટલમાં થાય છે. તેના જન્મની સાથે તેને એક હજાર રૂપિયાની થેલી આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમા ત્રણ હજારથી પણ વધુ બાળકીઓને  પ્રથા પ્રમાણે એક હજાર રૂપિયામાં આપવામાં આવ્યાં છે.આ એનઆરઆઈ દ્રારા લેવામાં આવેલુ પગલું  સમાજમાં ઉદાહરણીય બની ગયું છે.

 દિકરીને લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. પરંતુ દિકરીનો જન્મ થાય એટલે ઘણાં લોકો નારાજગી વ્યક્ત કરે છે .આ નારાજગીને ખોટી સાબિત કરવા માટે આ પ્રથાની શરૂઆત એનઆરઆઈ દ્રારા કરવામાં આવી હતી. દિકરાઓની સામે દિકરીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.  આ હોસ્પિટલમાં આસપાસના ગામડાઓમાંથી અનેક લોકો આવે છે. પરંતુ જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેમની માટે બાળકીના જન્મ વખતે મળતી રકમ ઘણી કામે લાગે છે. લોકોના મતે આ હોસ્પિટલમાં બાળકીનો જન્મ થાય તો  તુરંત જ ગરીબ- અમીરનો ભેદ જોયા વગર આ પ્રથા પ્રમાણે એક હજાર રૂપિયાની થેલી આપી દેવામાં આવે છે.
    અનોખી પ્રથાના કારણે આ હોસ્પિટલ લાખોમાં એક બની ગઈ છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા લોકો માટે આ એક હજાર રૂપિયા બાળકીની કાળજી પાછળ વાપરવા માટે ઘણા કામે લાગે છે  તો કેટલાંક મા-બાપ આ એક હજાર રૂપિયા પોતાની બેટના નામે બેંકમાં જમા કરાવી દે છે.
   જ્યારે સમાજમાં અનેક જગ્યાએ  સ્ત્રી ભ્રુણ હત્યાના બનાવો બની રહ્યાં છે. તેવી પરિસ્થિતિમાં અમારા ગામની એક હોસ્પિટલમાં એનઆરઆઈ દ્રારા આ પ્રકારની પ્રથા શરૂ કરવામાં આવે છે જેથી અમને ગર્વની લાગણી છે. અને બીજી તરફ જ્યારે સરકાર દ્રારા પણ બેટી બચાવો અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. તેવામાં આ પ્રથા ચોક્કસ બીજા લોકો માટે ઉદાહરણરૂપ બનશે. તેમ સ્થાનીય લોકો જણાવી રહ્યાં છે.






રાકેશ પંચાલ