ગાંજાનો કારોબાર
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે
નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા વૈશાલી ગરનાળાની નજીક અમીજય
કોમ્પલેક્ષની દુકાનમાંથી પોણા બે કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. પાન સેન્ટરમાં
ગાંજોનો કારોબાર કરી રહેલા યુવકે કેટલાંય કોલેજના છોકરાઓને ગાંજો પુરો પાડતો હોવાનું
જાણવા મળ્યું છે. નડિયાદ શહેરના વિધાર્થીઓ અને યુવકોને કેફી દ્રવ્યોના બંધાણી
બનાવવાનું ષડયંત્ર છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર
નડિયાદ શહેરના માઈમંદિર રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતો યુવક નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની સામે પાન સેન્ટર ચલાવતો હતો. દરરોજ
સાંજના સમયે ગલ્લા આગળ ભારે ભીડ જામતી હતી. કેટલાક યુવકો અને વિધાર્થીઓ ગાંજાના
બંધાણી પણ બની ગયા હતા. છેલ્લા કેટલાય સમયથી પાનના ગલ્લાના ઓઠા હેઠળ ગાંજાની
પાંચ-છ ગ્રામની પડીકીઓ બનાવીને 40થી 50 રૂપિયામાં વેચતો હતો. તેમ છંતા નડિયાદ
પોલીસ અજાણ હોવાની વાત લોકોમાં શંકા સેવી રહી છે. જોકે સીઆઈડી ક્રાઈમ બ્રાંચની
બાતમીને આધારે થયેલી આ કાર્યવાહીને કારણે નડિયાદના વડીલો શાંતિ અનુભવી રહ્યાં છે.