www.GraminPatrika.com: દુકાનદારની વિશ્વ જળ દિનની પ્રશંસનીય ઉજવણી Blogger Widgets

દુકાનદારની વિશ્વ જળ દિનની પ્રશંસનીય ઉજવણી

    વિશ્વ જળ દિવસની અનોખી ઉજવણી
દેશમાં અનેક  દિવસોને ખાસ દિન તરીકે ઉજવવામાં આવે છે. જેમાં પાણી માટે 22મી દિવસે વિશ્વ જળ દિન તરીકે ઉજવવામાં આવે  છે. જળએ જીવન સમાન  છે. અને લોકો આ બાબતે જાગૃત થાય તે માટે નડિયાદ તાલુકાના નાનકડાં ગામ વસો ખાતે મફ્ત પાણીની સેવા આપી રહેલા હાર્ડવરેના દુકાનદારે આ દિનની ઉજવણીના ભાગરૂપે વિશ્વ જળ દિવસનું બોર્ડ લગાવીને ઉજવણી કરી હતી.જેના મારફતે લોકોને જરૂરિયાત મુજબનું પાણીનો વપરાશ કરો તે પ્રકારનો સંદેશો આપવાની કોશિશ કરવામાં આવી હતી.
દરેક ઉનાળામાં વર્ષોથી સેવા આપી રહેલા દુકાનદારના મતે હાલના દિવસોમાં પાણી ચિંતાનો વિષય બની ગયો છે. પાણીની અછત ચરોતરમાં ઓછા પ્રમાણમાં છે. પરંતુ ગુજરાતના કેટલાંય વિસ્તારોમાં પાણી ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. કેટલીય જગ્યાએ પ્રજા અને તંત્રે પાણી બાબતે આમને-સામને આવી જવાની ઘટનાઓ બનતી હોય છે. તેવામાં જો આપણા દ્રારા થોડો પાણી બચાવાનો પ્રયાસ કરવામાં આવે તો ચોક્કસ રાહત મળી શકે તેમ છે.

જ્યારે દેશની નદીઓને જોડવાની વાત થઈ રહી છે. જેથી રાજ્યોમાં એક સરખો પાણીનો પ્રવાહ પહોંચી શકે અને તેનાથી કેટલાંય પ્રદેશોને પાણીનો લાભ પહોંચી શકે છે ત્યારે નાનકડાં ગામડાંઓમાં આ પ્રકારના જાગૃત નાગરિકોની આ પ્રકારની ઉજવણી અનોખી બની જાય છે. જોકે લોકોના મતે આ પ્રકારે  બજાર પાણી આપતી દુકાન અને જગ્યા આ માત્ર એક જ છે. બાકી દુકાનોમાં પાણી વેચાતુ મળે છે. જેની માટે વારંવાર એક રૂપિયાનો ખર્ચ કરવો મુશ્કેલ છે. એક જમાનો હતો જ્યારે પાણીની પરબો હતી પરંતુ હવે બજારમાં વેચાતા પાણીએ પરબો પણ બંધ થઈ જવા પામી છે. તેવી પરિસ્થિતિમાં બજારમાં દુકાનદરા દ્રારા આ પ્રકારની સેવા વર્ષોથી આપવામાં આવે છે. જેથી અમે તેમની સેવાની ભાવનાને સમજીને પાણીનો બગાડ કરતા નથી.




રાકેશ પંચાલ