ખેડા જિલ્લાનો ચૂંટણી કાર્યક્રમ
ખેડા જિલ્લામાં એપ્રિલ મહિનામાં ચૂંટણીનો માહોલ જોવા મળશે. જેની શરૂઆત 8મી
અપ્રિલના રોજ થઈ રહેલી નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી
બેઠકોથી થશે. જે માટે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે આ તમામ પેટાચૂંટણીઓની
બેઠકો પર કુલ 18 ફોર્મ ભરાયા છે.આ વખતની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ તરફથી તમામ બેઠકો પર
ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યાં છે. ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ
26મી માર્ચ છે જેથી ત્યાર બાદ જ ચૂંટણીનું
ચિત્ર સ્પષ્ટ્ર થઈ જશે. 8મી એપ્રિલના રોજ ખેડા જિલ્લા પંચાયતની બે બેઠક, તાલુકા
પંચાયતની એક બેઠક અને નડિયાદ નગર પાલિકાના વોર્ડ નં.9ની ખાલી પડેલ બેઠકો માટે
ચૂંટણી થઈ રહી છે. જેમાં વડતાલ અને વસોની જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠક, નડિયાદ
નગર પાલિકાના વોર્ડ નં-9 ની બેઠક તેમજ ફાગવેલ તાલુકા પંચાયતની બેઠકનો સમાવેશ થાય
છે.
આ સાથે એપ્રિલ મહિનામાં 74 ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવામાં
આવી છે. આ ચૂંટણીઓ માટેનું જાહેરનામું 26મી માર્ચના રોજ બહાર પડશે. 15મી એપ્રિલના
રોજ આ તમામ ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાશે. આ ગ્રામપંચાયતોની ચૂંટણીંમાં ઉમેદવારી
ભરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ છે. અને 3જી એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ
દિવસ જાહેર કરવામાં આવ્યો છે.તેથી ત્યાર બાદ જ ચૂંટણી જંગમાં ઉમેદવારોની સ્પષ્ટતા
થશે. આ અંગેની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્રારા કરી દેવામાં આવી છે. જેથી આ
ગામોમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. જોકે આ વખતની સામાન્ય ગ્રામપંચાયતોની
ચૂંટણીમાં સૌથી વધુ ઠાસરા તાલુકાની
ગ્રામપંચાયતો છે. આ વખતે થઈ રહેલી સામાન્ય ગ્રામપંચાયતની ચૂંટણીઓ ખેડા જિલ્લાના
માતર,ખેડા,ઠાસરા,વિરપુર તાલુકાના ગામો માટે યોજાશે.
