www.GraminPatrika.com: ગરીબોની સરકારી દવાનો વેપાર Blogger Widgets

ગરીબોની સરકારી દવાનો વેપાર

સરકારી દવાઓનો ગેરકાયદે વેપાર
           ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ખોરાક અને ઔષધ નિયમન દ્રારા હોસ્પિટલમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે જેમાં એક ખાનગી હોસ્પિટલમાંથી સરકારી દવાઓ મળી આવી હતી. જેમાં ઈન્જેક્શન,નીડલ,સિરીંઝ તથા ટેબ્લેટ સાથે 136 સ્કિપ મળી આવી હતી. જોકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ બાબતની ફરિયાદ મળી હતી. જેથી આ ખાનગી મેટરનરી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં આ પ્રકારની સરકારી દવાઓ મળતા અધિકારીઓ ચોંકી ગયા હતાં. જોકે આ બાબતની તપાસ  શરૂ કરી દેવામાં આવી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલાં ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.      



સરકારી હોસ્પિટલમાં ગરીબો માટે અપાતી દવાઓ આ પ્રકારે ખાનગી હોસ્પિટલમાં કેવી રીતે આવી રહી છે. અને આ પ્રકારે નડિયાદની કેટલી હોસ્પિટલમાં સરકારી દવાઓનું વેચાઈ રહી છે. તે માટે તપાસ થાય તો મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતઓ જણાઈ રહી છે. લોકોના મતે આ પ્રકારે સરકારી દવાઓથી પોતાના ખાનગી દવાખાનાઓ ચમકાવતા ડોક્ટરો સામે યોગ્ય કાર્યવાહી થાય જેથી ગામડાંઓમાં રહેતા ગરીબને સરકારી દવાનો લાભ મળી શકે, થોડા વધુ રૂપિયાની લાલચમાં સરકારી દવાઓની હેરફેર કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી થાય તેમ લોકો ઈચ્છી રહ્યાં છે.

  ખાનગી હોસ્પિટલમાં જતા દર્દીઓને સરકારી દવાઓની ઓળખાણ કેમ કરવી તેની ખબર હોતી નથી.  ખાનગી હોસ્પિટલમાંથી  દવાઓ લખી આપવામાં આવે છે. તે દવાઓ લોકો વેચાતી લઈ લે છે. પરંતુ તે સરકારી દવા છે તેની ઓળખાણ કેમ કરવી તેની માહિતી લોકોને નથી. જેથી  આ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે. જોકે આ ખાનગી હોસ્પિટલમાં પકડાયેલી સરકારી દવાઓનો જથ્થો પ્રમાણમાં ઓછો છે પરંતુ આ રીતે સરકારી દવાઓની થઈ રહેલી હેરાફેરી ચિંતાનો વિષય છે. ગરીબીના કારણે કેટલાંય ગરીબો મોંઘી દવાઓની ખરીદી કરવામાં અસમર્થ છે. તેવી પરિસ્થિતિમાં સરકારી દવાઓની આ પ્રકારે થઈ રહેલી હેરાફેરીને રોકવામાં આવે તે જરૂરી છે.









રાકેશ પંચાલ