www.GraminPatrika.com: ઝેરી પાણીએ લીધો કાચબાનો ભોગ ? Blogger Widgets

ઝેરી પાણીએ લીધો કાચબાનો ભોગ ?

              કાચબાનું થાય પોસ્ટમોર્ટમ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલા ખેતા તળાવમાં કાચબા મરી ગયો છે. જે હાલના દિવસોમાં વિવાદનો વિષય બની જવા પામ્યો છે. શહેરના મહાગુજરાત સર્કલ પાસે આવેલા ખેતા વળાવમાં ત્રણ ફૂટના વ્યાસવાળો  કાચબો મરેલી હાલતમાં તળાવ વચ્ચે તરી રહ્યો હતો.લોકોના મતે અસહ્ય ગંદકી અને ખરાબ પાણીના કારણે કાચબો મરી ગયો છે. જોકે લોકોના મતે ખેતા તળાવમાં ઠાલવવામાં આવતો કચરો અને ગંદા પાણી બાબતે અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે. તેમ છંતા આ બાબતે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. જેનો ભોગ તળાવમાં રહેતા જીવ બની રહ્યાં છે.



 મનુષ્યથી વધારે આયુષ્ય ધરાવતાં આ જીવનું તંત્રની બેદરકારીના કારણે મોત થયું છે જેથી જીવદયાઓ પ્રેમીઓમાં આ બાબતે ભારે નારાજગી વ્યાપી ગઈ છે. તંત્ર દ્રારા ખેતા તળાવ રમણીય લાગે તે  માટે તળાવની વચ્ચે  ફૂવારો બેસાડવામાં આવ્યો છે. પરંતુ તળાવના પાણીની સાફ-સફાઈ માટે કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી તેમ લોકો જણાવી રહ્યાં છે.ખેતા તળાવમાં ગટરના ગંદા પાણી અને કચરો ઠાલવવામાં આવતો હોવાની પાણી ઝેરી બની ગયું છે. અને તેના કારણે કેટલાંય જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હશે જેની કોઈ નોંધ લેવામાં આવતી નથી. જેથી જીવદયા પ્રેમીઓની માંગ છેકે કાચબાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને યોગ્ય તપાસ કરવામાં આવે અને તેના મોતનું ચોક્કસ કારણ શોધવામાં આવે જેથી આ તળાવાં રહેતા જળચર પ્રાણીઓને બચાવી શકાય. જોકે આ બાબતની જાણ તંત્રને નાગરીકો દ્રારા કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોચીને આ કાચબાના મૃતદેહને બહાર કાઢ્યો હતો તેમ જાણવા મળ્યું છે. પરંતુ દિવસે ને દિવસે ખેતા તળાવનું પાણી ઝેર સમાન બની રહ્યું છે. અને જો આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હજૂ કેટલાંય જળચર પ્રાણીઓના જીવ જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. જેથી તંત્ર સત્વરે જાગીને આ જળચર પ્રાણીઓના જીવ બચાવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યાં છે.
         તળાવોની સફાઈ, સુંદરતા માટે લાખો રૂપિયાની ગ્રાંટ આપવામાં આવે છે. આમ છતાં શહેરના તળાવોમાં કોઈ સુધારો જોવા મળતો નથી. ખેતા તળાવની આસપાસ રહેતા શહેરીજનો તળાવના ગંદા પાણીના કારણે ફેલાતી દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે જે બાબતે અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે. તેવામાં  ખેતા તળાવમાં  અચાનક કાચબાનું મોત થવાના કારણે તળાવનું પાણી વિવાદનો વિષય બની જવા પામ્યો છે.






રાકેશ પંચાલ