www.GraminPatrika.com: ચરોતરની અનોખી મોર્ડન શાળા Blogger Widgets

ચરોતરની અનોખી મોર્ડન શાળા

સરકારી શાળાઓ આવી હોય તો ?

 ગુજરાત સરકાર દ્રારા ગુજરાતની અમુક જ પ્રાથમિક શાળાઓનો મોર્ડન સ્કુલમાં સમાવેશ કરવામાં આવે છે. જે યોજના અંતર્ગત આ પ્રકારની  મોર્ડન સ્કુલોને સરકાર તરફથી અમુક રાશિ આપવામાં આવે છે. જોકે આ મોર્ડન સ્કુલને તૈયાર પ્લાન સરકાર આપી દેવામાં આવે છે. જે  પ્લાન પ્રમાણે મોર્ડન સ્કુલને તૈયાર કરવામાં આવે છે. જોકે નડિયાદ તાલુકામાં અન્ય ત્રણ મોર્ડન સ્કુલ છે. પરંતુ આ સ્કુલમાં સરકાર  દ્રારા આપવામાં આવેલા પ્લાનમાં થોડો સુધારો કરીને પોતાની રીતે મોર્ડન સ્કુલ બનાવી છે.




આ સ્કુલમાં ખાસ કરીને ચિત્રોમાં અનેક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યા છે. જેથી છોકરાઓ આ રંગબેરગી કલર જોઈને ખીલી ઉઠે છે. આ પ્રાથમિક સ્કુલમાં ધોરણ એકથી આઠમાં ભણતા 207 વિધાર્થીઓ છે. આ બાગમાં પક્ષીઓ સાથે ખાસ કરીને વાધ-સિંહની આકૃતિઓ બનાવવમાં આવી છે. આ અંગે  સ્કુલના આચાર્યના મતે અમારી સ્કુલના વિધાર્થીઓને વાધ-સિંહની જેમ નીડર બને તે હેતુસર સરકારી ઈજનેરની સહમતી લઈને આ પ્રકારની આકૃતિઓ બનાવવમાં આવી છે. આ ઉપરાંત વિધાર્થીઓમાં નૈતિક મુલ્યો વધે તે હેતુસર સારા વાક્યનું લખાણ અને રામહાટ જેવી વ્યવસ્થા છેલ્લા નવ વર્ષથી ગોઠવામાં આવી છે.    
       

સરકાર તરફથી દરેક પ્રાથમિક સરકારી શાળામાં રામહાટ કરવાની જોગવાઈ કરેલી છે. જેમાં  બાળકને સ્કુલમાં ઉપયોગી વસ્તુઓ સ્કુલના મેદાનમાં  મળી રહે તે હેતુ  હોય છે. પરંતુ આ સ્કુલની રામહાટ નવ વર્ષથી ચાલી રહી છે. જેમાં  વિધાર્થીને ઉપોયગી વસ્તુઓ મૂકેલી હોય છે. જ્યાં વિધાર્થી પોતાની જરૂરી વસ્તુ લઈને રામહાટમાં પૈસા મૂકી દે છે. કોઈની દેખરેખ વગર રામહાટ ચાલી રહી છે. જેમાં વિધાર્થી પોતાની જાતે જ વસ્તુ ખરીદે છે અને તેના રૂપિયાની ચૂકવણી કરે છે. સ્કુલના આચાર્ચના મતે આ પ્રકારની પ્રકિયાથી સ્કુલના વિધાર્થીઓમાં નૈતિક મૂલ્યો વધ્યાં છે. અમારી સ્કુલના એક વિધાર્થીને  રૂપિયા ભરેલું પાકીટ મળ્યું હતુ. તે વિધાર્થીએ આ પાકિટ  આચાર્યને આપીને પોતાની પ્રામાણિકતાનું ઉદાહરણ  આપ્યું હતું. સ્કુલમાં રમણીય વાતાવરણનું નિર્માણ થાય અને વિધાર્થીઓને સ્કુલમાં આવવાનું ગમે તે હેતુસર વાલ્લા પ્રાથમિક શાળામાં સરકાર તરફથી મળેલી રકમનો શ્રેષ્ઠ ઉપોયગ કરીને એક આદર્શ સ્કુલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.માત્ર બે પુઠાની વચ્ચેનું જ્ઞાન કોઈ પણ સ્કુલ આપી દે છે પરંતુ સ્કુલની જવાબદારી છેકે વિધાર્થીઓમાં જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યોનું સિંચન કરવામાં આવે તેમ સ્કુલના આચાર્ય જણાવી રહ્યાં છે.

સ્કુલના આચાર્ચ પોતે પેઈન્ટીંગ કરવામાં આગવી રૂચિ રાખે છે.જે કારણે સ્કુલમાં પોતે જાતે જ પેઈન્ટીંગ કરે છે. જેથી અમુક ખર્ચો બચાવી શકાય અને તે નાણાંનો ઉપયોગ અન્ય પ્રવૃતિ માટે થઈ શકે આ પ્રકારે સામાન્ય ખર્ચામાં ઘટાડો કરીને અમે સરકાર તરફથી મેળલી રાશિથી શાળામાં અનેક વિવિધતા લાવવાના પ્રયત્નો અમારા તરફથી કરવામાં આવી રહ્યાં છે. તેમ આચાર્યશ્રી જણાવી રહ્યાં છે. જોકે હાલના દિવસોમાં સ્કુલમાં બાળકોમાં આનંદ છવાઈ ગયો છે. સ્કુલમાં રમત-ગમતના સાધનો અને રંગબેરગી પ્રેરણાદાયી ચિત્રોના કારણે શાળામાં મજા છે. તેમ સ્કુલના વિધાર્થીઓ જણાવી રહ્યાં છે.






રાકેશ પંચાલ