રાજકીય નેતાનો બિનરાજકીય ચહેરો
‘’ઝાંઝવાના નીર જેવું તારું હોવું , દરીયામાં પડીને જાણે કોરું મારું હોવું,
અર્થ જ ના સમજાયા મને સંબંધોના , કેટલું જીવલેણ હોય છે અહીં
સારૂં હોવું’’….
આ
કવિતાત્મક રચના પોતાનામાં અખૂટ અશ્રદ્ધા અને પ્રજાલક્ષી વિચારધારા રાખાનારા ખેડા
જિલ્લા પંચાયતના પ્રમુખ રાકેશ રાવ દ્રારા લખવામાં આવી છે. આ બે વાક્યની રચના
બિનરાજકીય ચહેરાનો માત્ર નમૂનો છે. ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ રાકેશ રાવનો જન્મ 29મી
જાન્યુઆરી, 1962માં માતર ખાતે થયો હતો તેમણે પ્રાથમિક શિક્ષણ માતર ખાતેની સર્વોદય
વિનય મંદિરથી અને બીકોમની ડિગ્રી નડિયાદ ખાતે આવેલી આઈ.વી પટેલ કોમર્સ કોલેજમાંથી
લીધી હતી.અને ત્યાર બાદ એલએલબીની ઉપાધિ ભગત એન્ડ સોનાવાલા કોલેજમાંથી મેળવી હતી.
જોકે રાકેશ રાવ હમેશા પ્રજાલક્ષી કામમાં રૂચિ ધરાવતાં હતાં અને તે કામોને દિશા
આપવા માટે તેમણે હારવાની તૈયારી સાથે 1995માં પહેલી ચૂંટણી લડી હતી. જેમાં તેમણે વસોની જિલ્લા પંચાયતની બેઠકમાં ત્રણ
વખતથી જીતેલા ઉમેદવારને હરાવ્યો હતો. ત્યાર બાદ તેમના કામની નોંધ લેવાની શરૂ થઈ
અને તેમના કરાયેલા કામોના કારણથી આઝાદી પછી માતરની સીટ પર પ્રથમવાર ભાજપના
ઉમેદવારને જીતવામાં સફળતા મળી હતી. અને હાલના દિવસોમાં ખેડા જિલ્લા પંચાયતના
પ્રમુખ તરીકે કામ કરી રહેલા રાકેશ રાવ અલગ વ્યક્તિત્વ અને પોતાની પ્રજાલક્ષી વિચારાધારાને કારણે લોકોમાં
લોકપ્રિય બની ગયા છે. જોકે રાકેશ રાવને બે પુત્રો છે. જે હાલના દિવસોમાં એલએલબી
કરી રહ્યાં છે. તેમના પુત્રોના ભવિષ્ય અંગે ચરોતરના અવાજ તરફથી પ્રશ્ન પૂછવામાં
આવ્યો હતો. ત્યારે તેમણે સ્પષ્ટ્રતા કરતા જણાવ્યું હતું કે હું મારા પીઠબળે ઉભો
થયો છુ અને મારી પાછળ કોઈ નહતું. મારે પ્રજાલક્ષી કામ કરવાની ઈચ્છા હતી અને મે કામ
કર્યા અને લોકોએ મને તક આપી છે.જોકે હાલના દિવસોમાં બન્ને પુત્રો અભ્યાસમાં વ્યસ્ત
છે. પરંતુ જો તેઓ ભવિષ્યમાં લોકો માટે
પ્રજાલક્ષી કામ કરવાની ઈચ્છા સાથે કામ કરશે તો ચોક્કસ તેમને લોકોનો સાથ-સહાકર મળશે
તેમાં કોઈ બેમત નથી. કારણકે લોકોને કામ કરનારા સમાજસેવકોની જરૂર છે. મારા આજના
યુવનોને કહેવું છેકે તમે પ્રામાણિકતા. ધીરજ તેમજ પ્રજાલક્ષી અને ગરીબો માટે કામ
કરવાની પ્રબળ ઈચ્છા સાથે રાજનીતિમાં આવજો. તો ચોક્કસ તમને કામ કરવાની તક મળશે. હજૂ
પણ ગ્રામીણ ક્ષેત્રમાં કામ કરવાની અપૂર તકો છે જ્યાં કામ કરીને યુવાનો લોકોના જીત
જીતી શકે તેમ છે. હવે આજના યુવાનો અને લોકો
જાગૃત થઈ ગયા છે અને તે ધારે ત્યારે અવહીવટ અને અકુશળતા સામે ક્રાંતિ પણ લાવી શકે તેમ છે. અને ભષ્ટ્રાચાર
જેવા દૂષણને નાબૂદ કરવાની તાકાત આજના યુવાનો ધરાવે છે.
ગ્રામીણ રાજનીતિ અને ગ્રામીણ ક્ષેત્રના લોકોમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. તેવામાં ફેસબુક જેવા સોશ્યલ મીડિયમ દ્રારા પોતાની આગવી લેખન શક્તિ અને પ્રજાના હિત માટે હમેશા અગ્રેસર રહેતા રાકેશ રાવ યુવા પેઢીના દિલમાં સમાઈ ગયા છે. ફેસબુક જેવા સોશ્યલ નેટવર્ક મારફતે અનેક લોકો તેમની સામે પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે. જેનો સાચો અને સચોટ ઉકેલ આપવામાં હમેશા અગ્રેસર રહેતા રાકેશ રાવને તેમના કામની અને તેમના સાદા વ્યક્તિત્વની અનેક પ્રશંસાઓ મળતી રહે છે. વર્લ્ડ એચીવર દિને ખેડા જિલ્લા પ્રમુખ રાકેશ રાવ સાથે અનેક મુદ્દે વાત કરવામાં આવી જેમાં તેમણે જણાવ્યું હતું કે સોશ્યલ માધ્યમ આજના સમયે ઘણું અગત્યનું બની ગયુ છે. જેમાં અનેક પ્રશ્નો લોકો લઈને આવતા હોય છે. જેમ કે એક કેનેડાના બીઝનેસમેન દ્રારા ફેસબુક મારફતે મારી સાથે વાતચીત કરી હતી. જેમાં તેને બાલાસિનોરમાં જમીનની જરૂર હતી. પરંતુ કોઈ કારણોસર જમીન મળતી ન હતી. જેની તેનો સંપર્ક કલેક્ટર સાથે કરી આપ્યો પરંતુ તેને જમીન તેના ભાવ ન મળતા તેણે બાલાસિનોરમાં જમીન લીધી ન હતી. આવી નાની રજૂઆતોથી લઈને કેટલાંય વિધાર્થીઓ પણ પોતાની શિક્ષણને લગતી મૂંઝવણ રજૂ કરે છે. જેમકે એક ઠાસરા તાલુકાના વિધાર્થીએ યોગ જેવી પ્રવૃતિ બાબતે મારી સાથે સંપર્ક કર્યો હતો જેમાં તે શ્રેષ્ઠ હતો તેને યોગ વિશે સારી જાણકારી હતી. અને તેને આ ક્ષેત્રમાં કામ કરવું હતું. તેની આ રજૂઆત આવ્યા બાદ તેની માટે યોગ્ય વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી. આ ઉપરાતં હમણાના દિવસોમાં એક વિધાર્થીને શૈક્ષણિક મુશ્કેલી હતી અને તે મારી પાસે માર્ગદર્શન લેવા માટે આવ્યો હતો અને તેની મુશ્કેલીની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને તેને મારા દ્મરા કરવામાં આવેલા પ્રયત્નોથી રાહત મળી હોવાનું તેને ફેસબુકના માધ્યમથી પરત જવાબ પણ આપ્યો હતો. આ પ્રકાર અનેક કિસ્સાઓ છે જ્યાં સોશ્યલ મીડિયા મદદરૂપ થઈ રહી છે. આજના ગ્રામીણ લોકો હોશિયાર થઈ ગયા છે. આંખના પલકારમાં સમજી જાય છે આ નેતા સાચું કહી રહ્યો છે કે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પહેલાની ગ્રામીણ રાજનીતિ અને હાલની રાજનીતિ ઘણી અલગ થઈ ગઈ છે. હાલના દિવસોમાં તમારા કામની અનેક પ્રકારે નોંધ લેવાઈ રહી છે. અને જો તમે પ્રજાલક્ષી કામ કરશો તો જ તમે રહેશો અને સાથે પ્રજાનો સાથ-સહકાર મળી મળશે . લોકોમાં અનેક પ્રકારે પરિવર્તન આવ્યું છે. જેથી ચોક્કસ પ્રજાલક્ષી કામ કરનારા સમાજસેવી નેતાઓને હમેશા તક મળતી રહેશે. દેશના લોકપ્રિય નેતા અટલ બિહારી બાજપેયીથી પ્રેરાઈને પોતાના સમાજસેવી જીવનની શરૂઆત કરનારા રાકેશ રાવને સંધર્ષમય જીવન જીવનારા ડૉ. બાબા સાહેબ આંબેડકરનું જીવનચરિત્ર વાચવું પસંદ છે. અંગત જીવનની વધુ વાત કરીએ તો ખોરાકમાં ખીચડી તેમને ઘણી પસંદ છે. થોડો સમય જો મળી જાય તો કવિતા લખવાનો શોખ ધરાવે છે. આ ઉપરાતં જીમ અને બાસ્કેટ બોલના સારા ખેલાડી તેમજ કોલેજકાળ દરમ્યાન વેઈટલિફ્ટિંગમાં ચેમ્પિયન રહી ચૂક્યાં છે.અને અંતે પોતે સારા અને પ્રામાણિક વ્યક્તિ તરીકે ઓળખાય તે નેમ અને ઈચ્છાશક્તિ સાથે કાર્યરત છે.