www.GraminPatrika.com: શહીદોને શ્રદ્ધાંજલી Blogger Widgets

શહીદોને શ્રદ્ધાંજલી

યુવાનોની શહીદોને શ્રદ્ધાંજલી    
  
              
              ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા મથકે 23મી માર્ચના રોજ સાંજના સમયે કેન્ડલ પ્રગટાવીને ભારતના શહીદ પુત્રો ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. સરદાર પટેલ ગ્રુપ દ્રારા વાણીયાવાડ સર્કલ પાસે કેન્ડલ પ્રગટાવીને શહીદ પુત્રોને શ્રદ્ધાંજલી આપવા માટે અનેક યુવાનો એકત્ર થઈ ગયા હતાં. ક્રાંતિકારી મિજાજ ધરાવતાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને 23મી માર્ચ 1931ના દિવસે ફાંસી આપવામાં આવી હતી. જે જગ્યાએ તેમને ફાંસી આપવામાં આવી હતી. તે જગ્યા આજે પાકિસ્તાનમાં શાદમાન ચોક નામથી ઓળખાય છે. જે વખતે આ વીર શહીદ ભગતિસંહને ફાંસી આપવમાં આવી હતી ત્યારે તે માત્ર 23 વર્ષના હતાં. અને તેમને સુખદેવ અને રાજગુરૂ સાથે  અંગ્રેજોએ લાહોર જેલમાં ફાંસીના માંચડે લટકાવી દીઘા હતા.

           આ યુવાન શહીદોએ  દેશની આઝાદી માટે પોતાના જીવની  ચિંતા કર્યા વગર અંગ્રેજો સામે લડત આપી હતી. આવા નીડર અને દેશ માટે પોતાના પ્રાણ આપી દેનારા શહીદ પુત્રો માટે શ્રદ્ધાંજલી કાર્યક્રમ ભાજપ યુવા મોરચા દ્રારા કરવામાં આવ્યો હતો. જેમાં ખેડા જીલ્લા મહામંત્રી પરાગ બારોટ, નડિયાદ શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલ મિસ્ત્રી,યુવા મોરચાના મંત્રી દીપ પટેલ અને મિતેશ પટેલ અને ભાજપ આઈટી સેલના ઈશાન રાવ તેમજ ભાજપના આગેવાન કાર્યકર્તા ચિંતન પટેલ,જૈનીત પંચાલ, નિસર્ગ દેસાઈ અને ભારે સંખ્યામાં યુવાનો દ્રારા આ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો.
Rakesh Panchal - 9408170175