www.GraminPatrika.com: રસ એક ચિંતા Blogger Widgets

રસ એક ચિંતા


       બજારમાં આ વર્ષે કેરીઓનો અભાવ જણાઈ રહ્યો છે. અને  બજારમાં હાલના દિવસોમાં મળતી કેરીઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે સામાન્ય માણસને કેરી ખાવી સ્વપ્ન સમાન ગયું છે. જેમ-જેમ કેરીઓ બજારમાં આવતી જશે તે પ્રમાણે કેરીઓના ભાવ નીચા જશે તેમ જાણકારો જણાવી રહ્યાં છે. તેમ છત્તા હાલના દિવસોમાં કેરીનો તૈયાર રસ ચિંતાનો વિષય બની ગયો છે. તેનું મુખ્ય કારણ છેકે બજારમાં કેરીઓના ભાવ અત્યારે ઘણા ઉંચા છે. તેમ  છંતા બજારમાં વેચાતો કેરીનો રસ કિમતમાં ઘણો સસ્તો છે જેથી આ ભાવનો તાલમેલ સમજણમાં આવતો નથી તેમ બુદ્ધિજીવી વર્ગ જણાવી રહ્યો છે. તેમના મતે  સસ્તા તૈયાર મળતાં કેરીના રસથી જેટલા દૂર રહીએ તેમાં શરીરને ફાયદો છે.


          ઉનાળાની ઋતુમાં બજારમાં તૈયાર કેરીનો રસ મળવા લાગે છે. જાણકારોના મતે  બજારમાં આફૂસ કેવી જ્યારે 150થી 250 રૃપિયે કિલો મળતી હોય ત્યારે કેરીનો રસ 4૦થી 60  રૃપિયે કિલોના ભાવે મળતો હોય છે. આ રસમાં અનેક પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હોય છે. તેને આકર્ષક બનાવવા માટે કૃત્રિમ રંગો ઉમેરવામાં આવે છે, જે ઝેરી હોવાની સંભાવના રહે છે. તેમાં સ્વાદ માટે સેકેરીન અને સોડમ માટે કૃત્રિમ ગંધ પણ ઉમેરવામાં આવે છે. બજારમાં કેરી મોંઘી મળતી હોય તો હલકી કેરી ખરીદીને તેનો રસ કાઢવામાં આવે છે; અથવા તેમાં પપૈયાનો કે કોળાનો રસ ઉમેરવામાં આવે છે. ઘણા લોકો મહેમાનોને જમવા બોલાવે છે અને તેમને આવો વાસી રસ પિવડાવે છે.  લોકોના મતે લગ્ન દરમિયાન યોજાતા સમારંભોમાં પણ બજારમાંથી તૈયાર રસ લાવીને પિરસવામાં આવે છે. જેમને પોતાના આરોગ્યની ચિંતા હોય તેમણે પોતે આવો વાસી રસ વાપરવો જોઇએ નહીં અને મહેમાનોને પણ પિવડાવવો જોઇએ નહીં. હાલના દિવસોમાં કેરીના ભાવ ઉંચા છે. તેમા સામાન્ય માણસને કેરી ખાવી પરવડે તેમ નથી .પરંતુ છોકરાઓ કેરીનો રસ ખાવાની જીદ કરે તો નાછૂટક તૈયાર કેરીનો રસ આપવો પડે છે. તો અમુક લોકોના મતે કેરી બજારમાં મોટા પ્રમાણમાં આવશે ત્યારે ભાવ ઘટશે ત્યારે ખાવી યોગ્ય છે. આ તૈયાર કેરીનો રસ ઘણો ખતરનાક હોય છે. અને તેનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે.






રાકેશ પંચાલ