www.GraminPatrika.com: વિસરાઈ રહેલા સાંસ્કૃતિક લગ્નગીતો Blogger Widgets

વિસરાઈ રહેલા સાંસ્કૃતિક લગ્નગીતો


લગ્નગીતોની પરંપરા
નડિયાદ ખાતે લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સ્પર્ધામાં 50 જેટલી બહેનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર મોટે ભાગે ચાલીસ વર્ષથી વધુ ઉંમરની બહેનો હતી. માત્ર એક જ નાની વયની યુવતી લગ્નગીત સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉત્સુક જણાઈ હતી. જોકે બહેનોના મતે આજની પેઢીને લગ્નગીતોથી અજાણ છે. આજની પેઢીની યુવતીઓ લગ્નગીત કેવી રીતે ગાવામાં આવે છે તે બાબતે અજાણ છે.  મોટા ભાગની યુવતીઓને  શબ્દો યાદ રાખવા માટે ઘણી મુશ્કેલી પડતી હોય છે. હિન્દી ફિલ્મોના ગીત સમજવા અને યાદ રાખવા આસાન હોય છે. જ્યારે લગ્નગીતોના શબ્દો અને તેને ગાવાની ઢબ ઘણી અલગ હોય છે. જે યાદ રાખવા ઘણા મુશ્કેલ હોય છે. પરંતુ આ એક સંસ્કૃતિનો ભાગ છે. જેને લગ્ન સમયે જ  વપરાતો ખજાનો છે. જેનાથી લગ્ન શોભી ઉઠે છે. લોકોમાં આનંદ ફેલાય છે. લગ્નગીતમાં કટાક્ષ, મસ્તી હોય છે. જે સાંભળીને લગ્નપ્રસંગમાં અનેરી તાજગી ફેલાઈ જાય છે. જ્યારે આજના લગ્નપ્રસંગે માત્ર હિન્દી ફિલ્મોના ગીતો લોકો સાંભળે છે. તો કેટલાંય લોકોને લગ્નગીત આવડતા નથી. જેથી કરીને લગ્ન જેવા શુભ પ્રસંગે હિન્દી ફિલ્મોના ગીતોથી કામ ચલાવી લેવું પડે છે. જેથી આ સ્પર્ધામાં એવી પણ બહેનો આવે છે. જેને લગ્નગીતો શીખવા છે અને પહેલા ક્યારેય સાંભળ્યા નથી.  તો અમુક એવી પણ બહેનો આવે છે જેને પોતાને કોઈ સંતાન નથી. અને તેને લગ્નગીત ગાવાની ઈચ્છા છે તે પણ આ સ્પર્ધામાં લગ્નગીતો ગાઈ  છે.

  ઘણા વર્ષો પહેલા  સલમાન ખાને અને માધુરી દિક્ષીત અભિનીત પિક્ચર હમ આપકે હૈ કોન  આવ્યં હતું અને તેમાં દીદી તેરા દેવર દિવાના ગીત ઘણું પ્રચલિત બન્યું હતું. તે ગીતે લગ્નપ્રંસગે ખાસી ધૂમ મચાવી હતી. તે ગીતમાં જે ભાવ હતો તે પ્રકારનો ભાવ આપણાં વર્ષો જુના લગ્નગીતોમાં છે. પરંતુ તે વિસરાઈ રહ્યાં છે તેમ બહેનો જણાવી રહી છે. આપણા લગ્નગીતોમાં ગ્લેમર નથી તે માત્ર લગ્નપ્રસંગે  ગાઈ શકાય તેવા  ગીતો છે. જેથી લગ્નગીતો વારંવાર સાંભળવા મળતા નથી. તેની બજારમાં તૈયાર ઓડીયો સીડી મોટી માત્રામાં મળતી નથી. તે માત્ર લગ્નગીતોના જાણકાર લોકો પાસેથી શીખી શકાય તેવા ગીતો છે. આ લગ્નગીતો વારસામાં પણ મળવાના બંધ થઈ ગયા છે. કારણકે  આજની પેઢીને લગ્નગીતો શીખવામાં રસ નથી. પરંતુ આ પ્રકારનું ગીત જ્યારે ફિલ્મોમાં સફળતા મેળવે છે. ત્યારે યુવા હૈયાઓના મુખેથી  ખુશીથી  ગાઈ છે કારણકે હિન્દી ફિલ્મોના ગીતોમાં આજની પેઢીને ખાસો રસ ધરાવે  છે. અને તે ફિલ્મના ગીતોના શબ્દો વારંવાર કાને પડે છે જેથી યાદ રહી જાય છે. અને હિન્દી ફિલ્મોના ગીતોની  ઢબ જલ્દી મુખે ચઢી જાય તેવી હોય  છે. જ્યારે લગ્નગીતોની પરિસ્થિતિ ઘણી વિપરીત છે. જેથી લગ્નગીતો વિસરાઈ રહ્યાં છે.  
જોકે લગ્નગીતો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે તે માટે વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્રારા અનેક વખત લગ્નગીત સ્પર્ધા પણ યોજવામાં આવે છે. જેનો હેતુ માત્ર લગ્નગીત જેવા  સાંસ્કૃતિક  વારસાને આજની પેઢી સુધી પહોંચાડવાનો હોય છે.






રાકેશ પંચાલ