| વર્ષોથી પ્રથાની ઉજવણી યથાવત |
ખેડા જિલ્લામાં નડિયાદ – ડાકોર રોડ ઉપર વર્ષો જૂનું બળીયાદેવ મંદિર આવેલ છે. જ્યાં દર ફાગણ વદ સાતમના દિવસે મેળો ભરાય છે. આ મંદિર સમગ્ર જિલ્લામાંથી સરગરા સમાજના લોકો ભેગા થાય છે. આ દિવસે બાળકને ગોળ અને મીઠા વડે તોલવામાં આવે છે. આમ તો દરેક જ્ઞાતિ અને સમાજના લોકો બાળકના દર્શને કોઈના કોઈ મંદિર જતા હોય છે. જેથી તેમનું બાળક સુરક્ષિત રહે તે માટે બાધા રાખેલી હોય છે. પરંતુ આ દિવસ સરગરા સમાજ દ્રારા ઠંડુ જમવાનો રિવાજ છે.
રાકેશ પંચાલ
