www.GraminPatrika.com: ચરોતરમાં ચકલીના દર્શન દુર્લભ Blogger Widgets

ચરોતરમાં ચકલીના દર્શન દુર્લભ

            ચરોતરમાં ચકલી બની અદ્રશ્ય
ચરોતરમાં એક દાયકા પૂર્વેચકલીઓ ઠેર-ઠેર જોવા મળી હતી. પરંતુ હાલના દિવસોમાં ચકલીઓ જોવા મળતી નથી. ચરોતરઉપરાંત ગુજરાતના કેટલાંય જિલ્લાઓમાં ચકલીઓ અદશ્ય બની જવા પામી છે. જે બાબતેપક્ષીપ્રેમીઓમાં ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. ચકલીઓ વૃક્ષો ઉપર માળો બાંધતી નથી. તે માત્ર મકાનોના નળિયા અને લાકડાંનાબાંધકામોમાં માળો બાંધે છે. પરંતુ હાલના દિવસોમાં મકાન સિમેન્ટ રેતીના બની રહ્યાંછે. જે કારણોસર આ પ્રકારની સુવિધા ચકલીઓને મળતી નથી.


20મી માર્ચના દિવસને ચકલી બચાવ દિન તરીકે ઉજવવામાં આવે છે.હાલના સમયે ચકલીનું અસ્તિત્વ ટકાવી રાખવું તે ચિંતાનો વિષય બની ગયો છે. તે માટે જાણકારલોકોના મતે હાલના સમયમાંમોબાઈલ ટાવરોમાંથી નીકળતા તરંગો, વૃક્ષોના વધુ પડતા છેદનને કારણે રાસાયણિક પ્રદૂષણને કારણે તેમજ ઘરમાં માળોનહીં બનાવી દેવાને લીધે ચકલીની સંખ્યા ઘટી રહી છે.  અનાજના દાણા, નરમ શરીરવાળા જીવડા અને ઈયળોને ખોરાક ગણતી ચકલીઓ પોતાનું રહેઠાણ મકાનની દિવાલ કે છતમાં બાકોરું શોધી તણખલા અનેકચરાનો મોટો ઢગલો કરી બનાવે છે. આવી રીતે ઘરમાં માળો બનાવતી ચકલીઓને અટકાવવી ન જોઈએ. આ ઉપરાંત લંબચોરસબોકસ  વસ્તુઓમાં થોડું ઘાસ મુકી યોગ્ય રીતે માળા જેવો આકાર બનાવી ચકલીને નિમંત્રણ આપવું જોઈએ. જોલોકો ઘરમાં કચરો પડે તેની બીક રાખ્યા વગર ચકલીને ઘરમાં માળો બનવા દે તો ચોક્ક્સ  ચકલીઓની સંખ્યા વધશે.


બદલેલીજીવનશૈલીને કારણે શહેરોમાં ચકલી નામનું એ પંખીડું ગાયબ થઇ ગયું છે. આજના દિવસેકેટલાંય ઠેકાણે પક્ષીપ્રેમીઓ દ્રારા ચકલી બચાવ દિન ઉજવવામાં આવે છે. જેમાં લોકોનેચકલીઓની ઘટતી સંખ્યા પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. ત્યારે લોકોના સાથ સહકારથીચરોતરમાં ચકલીઓની સંખ્યામાં વધે તેવી ઈચ્છા પક્ષીપ્રેમીઓ રાખી રહ્યાં છે.






રાકેશ પંચાલ