www.GraminPatrika.com: પલાણાની અનોખી પ્રથા Blogger Widgets

પલાણાની અનોખી પ્રથા

દાયકાઓ જૂની પલાણાની પરંપરા
અમદાવાદ- વડોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ચરોતરની સીમમાં આવેલા પલાણા ગામમાં વર્ષોથી અનોખી રીતે હોળી ઉજવવામાં આવે છે. ઘગઘગતા હોળીના અંગારા ઉપર ખુલ્લા પગે સ્ત્રીઓ અને પુરૂષો દોડે છે. પાંચ હજારની વસ્તી ધરાવતાં આ ગામમાં હોળીના દિવસે દૂર-દૂરથી લોકો આવે છે. આ રીતે છેલ્લાં 100 વર્ષથી હોળી  ઉજવાઈ રહી છે. સાંજે સાત વાગ્યે પંચાયત ઘરે આખું ગામ ભેગું થાય છે. સરપંચ દ્રારા આગેવાની લેવામાં આવે છે. ઢોલ,તાંસીરાના તાલે વરઘોડો ગામના પ્રવેશદ્રાર સુધી પહોંચે છે અને ત્યાં હોળી હરિજનભાઈઓ હોળી પ્રગટાવે છે અને ત્યાર બાદ હોળી પૂજન કરવમાં આવે છે. અને છેલ્લે અંગારાની ગાદી થાય છે જેની ઉપર કુળદેવતાના સ્મરણ સાથે એ અંગારા ઉપર દોડવાનું શરૂ કરવામાં આવે છે જે મોડી રાત સુધી  ચાલે છે.

આ ધગધગતા અંગારા ઉપર માત્ર યુવકો કે પુરૂષો જ નહીં પરંતુ યુવતિઓ અને બાળકો પણ ખુલ્લા પગે દોડે છે. આજ દિન સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. મુસ્લિમ ભાઈઓ પણ હોળીના અંગારા ઉપર ચાલીને મન્નત પુરી કરવા માટે આવે છે. આ દિવસે ગામને શણગારવામાં આવે છે. જોકે લોકોના મતે ચમત્કાર કહો કે વિજ્ઞાન પણ અહીં કોઈપણ વ્યક્તિ ગભરાયા વગર આવીને અંગારા પર પગ મૂકીને ચાલવા લાગે છે. પરંતુ કોઈપણ પ્રકારનો નશો કે લોખંડની વસ્તુ લઈને કોઈ ચાલવાનો પ્રયત્ન કરે તો ચોક્કસ પણ દાઝી જાય છે. આ એક શ્રદ્ધાનો વિષય છે.

આ ધગધગતા અંગારા ઉપર ચાલતા લોકોને જોવા માટે દૂર-દરથી હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે. ગામમાં ચગડોળ જેવી વિવિધ રાઈડ્સ પણ આવી જાય છે . આ દિવસે ગામમાં મેળા જેવો માહોલ થઈ જાય છે. સાંજે શરૂ થયેલો આ મેળો રાતના બાર વાગ્યા સુધી ચાલે છે.

રાકેશ પંચાલ