www.GraminPatrika.com: ખેડાનો ખતરનાક બ્રિજ Blogger Widgets

ખેડાનો ખતરનાક બ્રિજ



ખેડાનો ખતરનાક બ્રિજ
  ખેડા શહેર પાસેથી આવેલો કમાનવાળો પુલ ઘણા વર્ષોથી બદતર હાલતમાં છે. દરરોજ હજારો વાહનચાલકો આ બ્રિજ પરથી પસાર થાય છે. તેમ છંતા તંત્ર દ્રારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. આ બાબતે અનેક વખથ રજૂઆતો થઈ ચૂકી છે. તેમ છંતા તંત્ર કોઈ મોટી હોનારાત થવાની રહા જોઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.








        
જોકે ખેડાને અમદાવાદ સાથે જોડતો આ બ્રિજ ઘણો સાંકડો છે. જેથી જ્યારે બસ અને ટ્રક સામ-સામે આવી જાય છે. ત્યારે વાહન-વ્યવહાર થંભી જાય છે. આ ઉપરાતં ખેડા બાયપાસ રોડ બનાવવામાં આવ્યો છે. જે લોડવાળી ગાડીઓ પસાર થાય તે માટે બનાવવામાં આવ્યો છે.  તેમ છંતા આ બિસ્માર બ્રિજ પરથી ભારે લોડવાળી ગાડીઓ પસાર થઈ રહી છે. જેથી આ બ્રિજના કમજોર પાયા ગમે ત્યારે જમીનદોસ્ત થઈ શકે છે.જોકે બાબતે યોગ્ય કાર્યવાહી થાય તે વાહનચાલકો ઈચ્છી રહ્યાં છે. બ્રિજના પાયા કમજોર થવાની સાથે રોડ ઉપર ઠેર ઠેર ગાબડાં પડી ગયા છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પિલ્લરો ઉપર ગાબડા હોવાના કારણે પિલર ગમે ત્યારે વાહનચાલકો ઉપર પડી શકે છે. આવી કથળી પરિસ્થિતિમાં બ્રિજ હોવા છંતા તંત્ર આ મામલે બેજવાબદારી વલણ અપનાવીને બેઠુ છે.
ભુતકાળમાં રાજ્યમાં અનેક ઠેકાણે બ્રિજ જમીનદોસ્ત થવાની ઘટના થઈ ચૂકી છે. જેમાં કેટલાયં લોકો જીવ ખોઈ બેઠા છે. તેવામાં આ ખેડાનો કમાનવાળો બ્રિજ  ખતરા સમાન બની ગયો છે. લોકોના મતે આ બ્રિજ ઉપર લોડવાળી ગાડીઓ પસાર ન થાય તે માટે બાયપાસ બ્રિજ બનાવ્યો છે. તેમ છંતા લોડવાળી ગાડીઓને પસાર થતી રોકવા માટે યોગ્ય કાર્યવાહી સત્વરે થાય તે જરૂરી બની ગયું છે. તેમ છંતા તંત્ર મામલે પણ રસ લેવા તૈયાર નથી. તો આ બ્રિજનું ક્યારે રિપેરીંગ થશે તે તો મોટી હોનારત થયા પછી જ ખબર પડે તમે જણાવી રહ્યાં છે. લોકોના મતે જો ખેડાના બ્રિજનું  સમારકામ સત્વરે  શરૂ કરવામાં આવશે નહીં તો અમુક વર્ષોમાં આ ખેડાનો બ્રિજ દુનિયાના સોથી દસ ખતરનાક બ્રિજમાં આવી જાય તો નવાઈ લાગશે નહી






રાકેશ પંચાલ