જીવનની પીડાદાયક પળોનો અંત
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા આવેલ ગામ દાવડામાં રહતો બાર વર્ષનો રાકેશ સોઢા નવ કિલોની ગાંઠ ધરાવે છે આ ગાંઠ શરૂઆતમાં ઘણી નાની રસોળી ગાંઠ જેવી હતી. પરંતુ જેમ જેમ રમેશની ઉંમર વધતી ગઈ તેમ તેમ આ ગાંઠ પણ વધવા લાગી. બે વર્ષની ઉંમરે થયેલી નાની ગાંઠ બાર વર્ષની ઉમરે પીઠ સુધી વિસ્તરી ગઈ હતી. જેના કારણે રાકેશને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. જોકે આ ગાંઠના કારણે કોઈ દુખાવો થતો ન હતો .પરંતુ ગાંઠનું વજન નવ કિલો જેટલું હોવાના કારણે સામાન્ય કામ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. જોકે રૂપિયાના અભાવે રાકેશનો ગરીબ પરિવાર તેનું ઓપરેશન કરાવી શકે તેમ ન હતો.
જોકે પરિવારજનોએ અમુક વર્ષો પહેલા ડૉક્ટરને બતાવ્યું હતું પરંતુ ઈલાજ માટે ભારે ખર્ચ કરવાનો હતો જે કારણોસર પીડિત રાકેશનો ઈલાજ શક્ય બન્યો ન હતો. જેથી આ પીડિત બાળક ગાંઠની અસહ્ય વેદના પાંચ વર્ષ સુધી અનુભવી રહ્યો હતો. પરંતુ અંતે તેનો અંત આવ્યો જ્યારે અમેરિકામાં વસેલા પરિવારના એક સદસ્યએ રાકેશને આવી કફોડી હાલતમાં જોયો. અમેરિકા સ્થાયી થયેલા પરિવારજનો દ્રારા આ બાર વર્ષના બાળકના ઈલાજ માટે આર્થિક સહાય મોકલી આપવામાં આવી છે. જેનાથી આ ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું છે.
નડિયાદમાં આવેલી મહાગુજરાત હોસ્પિટલમાં બાળકના ગાંઠનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે. હાલના દિવસોમાં ઓપરેશન બાદ નવ કિલો જેટલી મસમોટી ગાંઠ ધરાવતો રાકેશ નિરાંતની જિંદગી જીવી રહ્યો છે. જોકે બાળકના પિતાના મતે મારો બાળક હવેથી સામાન્ય માણસની જેમ જીવન જીવશે તે જોઈને ઘણો આનંદ થઈ રહ્યો છે. જોકે અમને અચાનક દાતાશ્રી મળી જતાં આ ઈલાજ શક્ય બન્યો છે. ગરીબીના કારણે અમે મુશ્કેલીમાં જીવન પસાર કરી રહ્યાં હતાં. જેમા આ નવ કિલોની ગાઠનો ઈલાજ અમારી માટે અશ્કય બાબત હતી. પરંતુ અંતે ભગવાનની દયાથી મારા બાળકને આ દર્દમાંથી મુક્તિ મળી તે વાતથી અમને ઘણી રાહત થઈ છે.
હોસ્પિટલ ખાતે ઈલાજ કરાવી રહ્યાં અન્ય દર્દીઓના મતે જ્યારે અમારી સામે આ પીડિત બાળક આવ્યો ત્યારે અમે અમારો દર્દ ભૂલી ગયા હતા. અમને લાગ્યું કે આ બાર વર્ષના બાળકના દર્દની સામે અમારો દર્દ કાંઈ નથી. આ બાર વર્ષનો બાળક પાંચ વર્ષથી આ દર્દ ભોગવી રહ્યો હતો . તે જાણી આંખમાંથી આંસૂ પણ નીકળી ગયા હતાં. ગરીબી આ પ્રકારના રંગ પણ દેખાડે છે. તે આ બાળક મારફતે જોવા મળ્યું હતું. જોકે દાતાશ્રીના મતે મને આ બાળકને જોઈને ઘણી દયા આવી અને મે મારા અમેરિકા સ્થિત પરિવારને જણાવ્યું હતું અને પરિવારજનો દ્રારા તુરંત આ સહાય મોકલી આપવામાં આવી છે. અને હું માત્ર નિમિત બન્યો છું. જેને મને ઘણો આનંદ છે.
રાકેશ પંચાલ
રાકેશ પંચાલ
