![]() |
| સ્ટોલ ધારકોની દયનીય હાલત |
રેલ બજેટ બાદ ટ્રેનની સવારી લોકો માટે મોંઘી થઈ પડી છે. ત્યારે તે દિવસથી ખેડા જિલ્લામાં રેલ્વે સ્ટેશનના સ્ટોલ અન લારી ધારકો ઉપર આફત આવી પડી છે. રેલવે તંત્રએ સ્ટોલના ભાડાંમાં એકાએક વધારો કરી દીધો છે. આ 30 ટકા જેટલો વધારો સ્ટોલ ધારકો માટે અસહ્ય બની જવા પામ્યો છે. જેથી જિલ્લાના તમામ રેલ્વે સ્ટેશનો ઉપર આવેલા તમામ સ્ટોલ અને લારી ધારકો દ્રારા રેલ બજેટના દિવસથી સ્ટોલ અને લારીઓ બંઘ રાખવામાં આવ્યા છે.
સ્ટોલધારકોના મતે વડોદરા રેલ્વે ડીવીઝન દ્રારા 13મી માર્ચથી રેલ્વે સ્ટેશન ઉપર આવેલા તમામ સ્ટોલ ત્થા લારી ધારકોને લાયસન્સ ફીના 30 ટકાનો વધારો ભરવા જણાવેલ છે. પહેલા જ્યારે રેલવે પાસે હક્ક હતો ત્યારે લાયસન્સ ફી રૂપિયા 2200 છ માસની હતી .પરંતુ જ્યારથી આ હક્ક આઈઆરસીટીસીને આપ્યો ત્યાર બાદ લાયસન્સ ફી રૂપિયા 9500 છ માસની કરવામાં આવી હતી. અને હવે અસહ્ય 30 ટકા જેટલો ભાવવધારો કરી દેવામાં આવ્યો છે. જે અમારા જેવા નાના વેપારીઓની કમર તોડી નાખશે. આ નવા ભાવ વધારા પ્રમાણે સ્ટોલધારકોને છ માસિક પેટે 17000 રૂપિયા ભરવાના રહેશે. જે ભાડુ ઘણું વધારે હોવાનું જણાવી રહ્યાં છે.
નડિયાદ રેલ્વે સ્ટેશનમાં સ્ટોલ અને લારીના માધ્યમથી ઘંધો કરીને કેટલાંય લોકો પોતાની રોજીરોટી કમાઈ રહ્યાં છે. આ પ્રમાણે ઘંધો ચલાવી રહેલા સ્ટોલ અને લારી ધારકો પાસેથી રેલ્વે વિભાગ દ્રારા સમયસર નિયત ભાડુ ઉઘરાવવામાં આવે છે. અને તે માટે અગાઉથી કરાર પણ કરવામાં આવેલા છે. તેમ છંતા અચાનક આ પ્રકારે ભાવવધારો કરીને તંત્રએ તેમની કમર તોડી નાંખી હોય તેમ જણાવી રહ્યાં છે. જોકે રેલ્વે સ્ટેશન ઉપર સ્ટોલ બંધ હોવાના કારણે રેલવેમાં મુસાફરી કરતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લેટફોર્મ પરના સ્ટોલ બંઘ હોવાના કારણે યાત્રીઓને બહાર સુધી ચા તેમજ નાસ્તા માટે જવું પડે છે. જોકે અમુક સ્ટોલધારકોના મતે જો આ ભાવવધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આ ભાડું ચુકવવા માટે પ્લેટફોર્મ ઉપર વેચાતી ચા અને નાસ્તાની કિંમતમાં વધારો કરવાની ફરજ પડશે. જેથી છેલ્લે આ વધારાની અસર ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો ઉપર જ અસર થશે. જે કારણોસર અમારી રોજિંદી આવકમાં પણ ઘટાડો થશે. જેથી સ્ટોલ ધારકો અને યાત્રીઓ બન્ને માટે આ વધેલુ ભાડું ચિંતાનો વિષય છે
.
વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના મતે જિલ્લાના નાના શહેરોમાં રેલવે પ્લેટફોર્મ ઉપર સ્ટોલ અને લારી ખોલીને પોતાનું ગુજરાન ચલાવતા વેપારીઓના માંથે અસહ્ય ભાડાનો બોજો મૂકી દેતા પહેલા રેલવે તંત્ર દ્રારા વેચાણ એસેસમેન્ટ કરી લેવાની જરૂર હતી. જેથી તેમની આવક પ્રમાણે માપસરનો ભાવ વધારો કે ઘટાડો કરવાની જરૂર હતી . પરંતુ આ પ્રકારે અચાનક ભાડામાં અસહ્ય વધારો કરીને સ્ટોલ અને લારી ધારકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. જોકે અમુક સ્ટોલધારકોના મતે તંત્ર ઈચ્છી રહ્યું છેકે પ્લેટફોર્મ પર આવેલ નાના વેપારીઓના સ્ટોલ અને લારીઓ બંધ થઈ જાય અને તેનો ફાયદો જાણીતી ખાણી-પીણી કંપનીઓના સ્ટોલને થાય. તે હેતુથી આ પ્રકારે અસહ્ય ભાવવધારો કરીને તંત્ર અમારા જેવા નાના સ્ટોલ અને લારી ધારકોની કમર તોડી નાંખવા માગે છે.
રાકેશ પંચાલ


