www.GraminPatrika.com: મહિલા દિનના દિવસે ધૂળેટીની ધમાલ Blogger Widgets

મહિલા દિનના દિવસે ધૂળેટીની ધમાલ


રંગબેરંગી રંગમાં ચરોતર
ધૂળેટીના દિવસે મહિલા દિન પણ છે. તે જાણી ચરોતરની મહિલામાં ઉત્સાહ આવી ગયો હતો. ગ્રામીણ મહિલાઓ દ્રારા અનેક ઠેકાણે સવારથી ધૂળેટી રમવાનું શરૂ થઈ ગયું હતું. જોકે આ પરિવારની ખુશીમાં ખુશ રહેતી મહિલાઓ  માટે ધૂળેટીને ભરપેટ માણી રહી  છે.

ગુલાબ ડે, વેલન્ટાઈન ડે કે પછી ફ્રેન્ડશીપ ડેની ઉજવણીમાં થનગનાટ મચાવતી યુવતીઓ પૈકી મોટાભાગની યુવતીઓને 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની હોવાની અને તેની ઉજવણી કરવાની સાચી રીતની ભાગ્યે જ જાણ હશે. પરંતુ આ ધૂળેટીના પર્વએ આ ઉજવણી કરવાની તક પણ પૂરી પાડી  હતી. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં અનેક મહિલાઓ આજે સમાજમાં પોતાનું શિર ઉંચુ રાખીને આગળ ધપી રહી છે. ઘરના ગાડાને  ચાલવતા પતિ સાથે ખભેખભો મિલાવીને કાર્ય કરતી મધ્યમવર્ગીય ગૃહિણીઓની સાથે હાથલારી ખેંચીને પરિવારના ભરણપોષણમાં પ્રવૃત મહિલાઓને ધૂળેટી અનેરો પર્વ બની ગયો હતો.


આજના દિવસનો મહિમા અનેરો છે. આજના દિવસે મહિલાના માહાત્મયનું ગાન થાય છે પરંતુ આજની નારી,સાચા અર્થમાં આવા કોઈ ગૌરવને ધ્યાનમાં લીધા વગર પોતાની ફરજ નિભાવે છે. પિત સાથે ખભેખભા મિલાવી હાથ લારી ખેંચતી મહિલાના મતે મહિલા દિન વિશે મને ખબર નથી પરંતુ મારા પિત જ્યારે લારી ખાલી હોય ત્યારે મને લારીમાં બેસાડી પોત લારી  ખેંચે છે અ દિવસ મારા માટે સૌથી મહત્વનો દિવસ છે.


 શાકભાજી વેચતી મહિલાના મતે અમે સલામતીથી જીવી શકેએ તેનાથી વધુ અમારે કશુંય જોઈતું નથી. મહાત્મા ગાંધીએ આઝાદીની લડત વખતે સ્ત્રીઓ માટે વપરાતો ચિરપરાધિનતા શબ્દ સામે સખ્ત વિરોધ નોંધાવી કહ્યું હતું કે જેનામાં અવિત્રતાની શક્તિ છે.તેને પરાધિન કહેવી એ અધર્મ છે.






રાકેશ પંચાલ