આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ ગામ સિસ્વાની પંચાયત દેશભરમાં ચર્ચોનો વિષય બની છે. તેનું માત્ર એક જ કારણ છે કે સિસ્વા ગ્રામ પંચાયતનું સુકાન 12 યુવતીઓ સંભાળે છે. આ ગામ પાંચ હજારની વસ્તી ધરાવે છે.છેલ્લા 20 વર્ષથી આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂટણી થઈ નથી. આ ગામમાં સહમતીથી આગેવાનો નક્કી થાય છે. જેથી આ ગામ સમરસ ગ્રામ પંચાયતનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે.
આ ગામના વડીલો દ્રારા ગામની સરંપચ મહિલાને બનાવાતી હતી. પરંતુ આ વખતે ગ્રામ પંચાયતમાં સભ્યોથી થઈને સરપંચ સુધીના પદે યુવાન છોકરીઓને બેસાડી દેવામાં આવે છે. આ તમામ યુવતીઓની ઉંમર 22થી 26 વર્ષની વચ્ચે છે. જેમાં બે યુવતીઓ એન્જિનિયર, બે યુવતીઓ નર્સ, એક યુવતી એમબીએ,એક યુવતી એકાઉન્ટન્ટ છે. જેથી આ ટીમમાં દરેક ક્ષેત્રના સભ્યો છે. જેથી ગામની મુશ્કેલીઓ દૂર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
આ યુવતીઓ દ્રારા પ્રાથમિક તબક્કે સમસ્યા અંગે વિચારણા કરવામાં આવે છે. ત્યારબાદ તેનું પ્લાનીંગ અને અંતે એક્ઝીક્યુટ કરવામાં લાગી છે.આ ગામની યુવા મહિલા ફોજ દ્રારા સૌપ્રથમ ગામના બસ સ્ટેન્ડને સુધારવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. બસ ઘણા વર્ષોથી ખરાબ હાલતમાં હતું. જેથી તેની જરૂરિયાત પહેલા ક્રમે જણાતી હતી. અને ત્યાર બાદ આખાંય ગામમાં આરસીસી રોડ બનાવવાનો પ્લાન છે. અને ગામની મહિલાઓ ઘરે બેઠાં રૂપિયા કમાઈ શકે તે હેતુસર અગાઉના વર્ષોમાં ગૃહઉધોગ શરૂ કરવાની ઈચ્છા છે. જેથી ગામના લોકો આર્થિક રીતે મજબૂત બને.


