| ચરોતરમાં સંકટમાં મોર |
નડિયાદ ખાતે કોલેજ રોડની નજીક આવેલી નહેર પાસે મોરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મોરનો જીવ ડી,પીના વાયર સાથે સંપર્ક થતા ગયો છે. જોકે આ પ્રકારે મોરનું મોત નિપજ્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. ભુતકાળમાં પણ ડી.પી પાવર સાથે અથડાવાથી મોરનો મોત નિપજ્યાં છે. તેમ છંતા વારંવાર બનતી આ ઘટનાથી જીવદયા પ્રેમીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે.
નડિયાદમાં કોલેજ રોડ પરની મોટી નગર પાસે એક ડીપી આવેલ છે. સોમવારની સાંજના સુમારે મોરની કરૂણ મોત નિપજ્યું હતું. મોરના ડોકના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેનું મોત થવા પામ્યું છે. જીવદયા પ્રેમીઓ દ્રારા આ બાબતે વનવિભાગને જાણ કરાતાં તેઓ તુંરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.જોકે આ સ્થળે વૃક્ષો વિપુલ પ્રમાણમાં હોવાના કારણે મોર તેમજ અન્ય પક્ષીઓ વિપુલ પ્રમાણમાં રહે છે. અને ત્યાં ડીપી આવેલ હોવાથી કેટલાયં પક્ષીઓ પોતાનો જીવ ગુમાવી બેસે છે.
