www.GraminPatrika.com: ગુજરાત વિકાસના પંથે – કિરણ બેદી Blogger Widgets

ગુજરાત વિકાસના પંથે – કિરણ બેદી


વિકાસની વાત
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એક કોમર્સ કોલજના વાર્ષિકોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે આવેલા ડૉ. કિરણ બેદી આવ્યાં હતાં. આ પ્રસગે કિરણ બેદીએ વિધાર્થીઓને જીવનમાં શિક્ષણની જરૂરીયાત અને  દિવસે ને દિવસે ભષ્ટ્રાચાર કેમ વધી રહ્યો છે તે બાબતે સમજણ આપી હતી. કિરણ બેદીના મતે વિધાર્થીઓને ચાર પ્રકારનું શિક્ષણ આપવું જરૂરી છે. પરંતુ હાલના સમયમાં માત્ર પ્રોફેશનલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે અંગત, સામાજિક અને આધ્યાત્મિક શિક્ષણનો અભાવ છે. જેથી એક સારો પ્રોફેશનલ વ્યક્તિ એક સારો નાગરિક બની શક્તો નથી. જેથી જો કોલેજ દ્રારા પ્રોફેશનલ શિક્ષણની સાથે આ ત્રણેય શિક્ષણ આપવામાં આવે તો દરેક ભણેલો વ્યક્તિ સારો નાગરિક બની શકે, હાલના દિવસોમાં ભણેલા લોકો જ વધારે ભષ્ટ્રાચાર કરી રહ્યાં છે. તેનું મુખ્ય કારણ છેકે લોકો ભણેલા છે પરંતુ દેશની જવાબદારીઓ પ્રત્યે જાગૃત નથી, જે લોકો છે તે પ્રમાણમાં ઘણા ઓછા છે. પરંતુ જો દરેક યુનિવર્સિટીમાં જો આ ચારેય દિશામાં શિક્ષણ આપવામાં આવે તો ચોક્કસ એક ભષ્ટ્રાચારરહિત સમાજનું નિર્માણ થશે.


જોકે અંતે તેમણે સ્વીકાર કર્યો કે ગુજરાત વિકાસના પંથે છે. અને ગુજરાતમાં ગોવા જેવા સુંદર રોડ છે. જે બાબતે હું ઘણી પ્રભાવિત થઈ છું. પરંતુ ગુજરાતમાં સારા લોકાયુક્તનો અભાવ છે. અને જો ગુજરાત ઉતરાખંડ જેવુ સારુ લોકાયુક્ત બનાવશે તો ચોક્ક્સ ગુજરાતીઓ માટે ફાયદાકારક રહેશે. અને ગુજરાતીઓ પણ મુખ્યમંત્રી પાસે સારા લોકાયુક્તની માગ કરે જેથી ગુજરાત પણ ઉતરાખંડ રાજ્યની જેમ ઉદાહરણરૂપ બની જાય.
જોકે કિરણ બેદીએ અંતે વિધાર્થીઓને પ્લાનિંગનું મહત્વ સમજાવ્યું હતું. અને દરેકે દરેક વિધાર્થી પોતના જીવનનું પ્લાનિંગ કરે અને પોતે નક્કી કરે તે સમાજને શું આપવા માગે છે. અને તે દિશામાં સતત કામ કરે તો ચોક્કસ દરેક વિધાર્થી સમાજમાં ઉદાહરણરૂપ બની જશે. આજકાલ વિધાર્થીઓ સતત મોબાઈલમાં વ્યસ્ત રહે છે. અને ઓનલાઈન ઈન્ટરનેટ ફેસિલિટી હોવાના કારણે સતત ચેટીંગ જેવી પ્રવૃતિમાં પોતાનો કિમતી સમય બગાડી રહ્યાં છે. તેમને સોશ્યલ મિડીયાનો ઉપયોગ જરૂરીયાત મુજબ કરવાનું જણાવ્યું હતું.
જોકે મિડીયા દ્રારા પુછાતા સવાલોમાં કિરણ બેદીએ જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ટીમ અન્ના દ્રારા પ્રચાર કરવામાં આવશે. અને તે કોઈ પાર્ટી વિરૂદ્ધમાં નહીં પરંતુ લોકોને તેમના એક વોટનું મહત્વ સમજાવામાં આવશે. જેથી સારા ઉમ્મેદવારોને વોટ મળે અને તે વિજય બને.







રાકેશ પંચાલ