www.GraminPatrika.com: ''ઈંટનો જવાબ પત્થર'' કારણ કે ચૂંટણી નજીક છે. Blogger Widgets

''ઈંટનો જવાબ પત્થર'' કારણ કે ચૂંટણી નજીક છે.

  '' તમારી રેલી તો અમારા ધરણાં''
     
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્રારા અધ્યક્ષ ગણપતભાઈ વસાવા સામે રજુ કરાયેલા અવિશ્વાસની દરખાસ્તો ખેડા જિલ્લા ભાજપે વિરોધ કર્યો હતો. જેના ભાગરૂપે નડિયાદમાં ભાજપ કાર્યાલયથી એક રેલી કાઢી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


  ઉલ્લેખનીય છેકે વિધાનસભામાં કોંગ્રેસના વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકારને અદાણીના ભાઈ કહેવા બદલ વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાએ શક્તિસિંહને માફી માણવા જણાવ્યું હતું. તેથી કોંગ્રેસના ધારાસભ્યો દ્રારા અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેનો ભાજપે વિરોધ કર્યો હતો. જેના સંદર્ભે શુક્રવારે નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપા દ્રારા રેલી કાઢી કાઢવામાં આવી હતી. જેમાં વિધાનસભાના અધ્યક્ષ સામે કોંગ્રેસ દ્રારા રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્તનો ઉગ્ર વિરોધ કરાયો હતો. ભાજપ કાર્યાલયથી નીકળેલી આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી. રાજ્યપાલને સંબોધી અધિક કલેક્ટર આર,કે.રાઠોરને  એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં હતાશા અનુભવતી કોંગ્રેસ પાર્ટી ગણપતભાઈ વસાવા જેવા એક આદિવાસી અધ્યક્ષનો વિરોધ કરતી હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં આદિવાસી સમાજના હિત-કલ્યાણ સંદર્ભે અનેક વિકાસના કાર્યો કર્યા છે. જે વિરોધી પાર્ટી માટે અસહ્ય બની ગયું છે. જેથી કોંગ્રેસ એક આદિવાસી અધ્યક્ષનો વિરોધ કરી કોંગ્રેસે પોતાની આદિવાસી વિરોધી માનસિક્તાને ખુલ્લી પાડી છે  .

        જેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી દ્રારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કલેક્ટર કચેરીની બહાર રોડ ઉપર ધરણાં કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતુ. આજે  શનિવારે થયેલા આ ધરણાં કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મોદી અને અદાણી ભાઈ -ભાઈના બેનરો લગાવામાં આવ્યાં હતાં.
      રાજનીતિનો રંગ દિવસે ને દિવસે ખીલતો જાય છે. કારણકે વિધાનસભાની ચૂંટણી આ વર્ષેનાં અંતમાં થવાની છે. જેથી કોઈ પણ પાર્ટી પોતાને પ્રજા સમક્ષ કમજોર બતાવા માંગતી નથી . જે કારણોસર ઈંટનો જવાબ પત્થરથી આપવાની કોશિશ થઈ રહી હોય તેમ જનતા જણાવી રહી છે






રાકેશ પંચાલ