ફાગણી પૂનમે ઠાકોરજીના દર્શને લાખોની સંખ્યામાં લોકો ખેડા જીલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે આવશે. મોટી સંખ્યામાં ફાગણી પૂનમે લોકો ચાલતા આવે છે. જેથી અમદાવાદથી ડાકોર સુધીના 80 કિલોમીટરના માર્ગ પર અંસખ્ય પદયાત્રીઓ જોવા મળે છે. આ પદયાત્રીઓની સેવાનો લાભ લેવા માટે માર્ગ ઉપર અસંખ્ય સેવા કેન્દ્રો ઉભા કરવામાં આવે છે. જેમાં કેટલાંક સેવા કેન્દ્રો વર્ષોથી સતત સેવા આપી રહ્યાં છે.
અમદાવાદ - મહેમદાવાદ રોડ ઉફર શારદા ફાર્મમાં પ્રાથમિક ઉપચારની દવાઓની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ જગ્યાએ પદયાત્રીઓના આરામ માટે તંબૂની વ્યવસ્થાની સાથે સ્રી અને પુરુષ માટે અલગ અલગ શૌચાલય પણ બનાવામાં આવે છે. જેથી તેમની આ પદયાત્રા દરમ્યાન કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. આ ઉપરાંત અમદાવાદથી ડાકોર સુધીના માર્ગમાં ઠેર-ઠેર મફ્ત નાસ્તો અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જેમાં કેટલાંક સેવાભાવી કુટુંબીજનો વર્ષોથી આ પ્રકારની સેવા આપે છે.
કેટલાંક પદયાત્રીઓના મતે આ સેવા કેન્દ્રોને કારણે રસ્તામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. જરૂરી વસ્તુઓ ઘણી સરળતાથી મળી જાય છે. જ્યારે અમુક પદયાત્રીઓના મતે ઠાકોરજીના દર્શને જતી વખતે કોઈ પણ પ્રકારની સેવા ન લેવી જોઈએ કારણકે આપણી આ પદયાત્રાનું પુણ્ય ધોવાઈ જાય છે. અને સેવા કરનારને માથે ચઢી જાય છે. જેથી આ પવિત્ર દિવસે લાખોની સંખ્યામાં પદયાત્રા કરીને ડાકોર જતાં પદયાત્રાઓની સેવા કરવા માટે હજારોની સંખ્યામાં લોકો જોડાઈ જાય છે. જોકે સેવકોના મતે પદયાત્રીઓની સેવા ઠાકોરજીને ખુશ કરવા માટે થાય છે. કારણકે તેમના ભક્તો કેટલાયં કિલોમીટરનું અંતર કાપીને તેમના દર્શને જતાં હોય છે. અને રસ્તામાં તેમને પડતી મુશ્કેલીઓને હળવી કરીને તેમની યાત્રાને સુખદ બનાવીને પદયાત્રીઓને ખુશ કરવાથી ડાકોરમાં બેઠેલા રણછોડજી ખુશ થાય છે.
રાકેશ પંચાલ
