ડાકોરમાં દર વર્ષે યોજાતો ફાગણી પૂનમના મેળામાં ગુજરાતભરમાંથી લોકો આવે છે. આ મેળામાં પદયાત્રીઓનું આગમન ત્રણ દિવસ પહેલા શરૂ થાય છે. જેથી અસર સાફ રીતે રોડ ઉપર દેખાઈ આવે છે.હજારોની સંખ્યામાં લોકો પદયાત્રા કરીને ડાકોર આવતા હોય છે. અને ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં ડાકોર ખાતે ભેગા થાય છે. તેવામાં જૂનાગઢના શિવરાત્રિના મેળામાં થયેલી ભાગદોડના કારણે 8 લોકોના જીવ ગયા હતાં.જેની યાદ હજુ તાજી છે. તેવામાં ડાકોરના મેળામાં લાખોની સંખ્યામાં લોકો ભેગા થશે.
આજથી 18 વર્ષ પહેલા ડાકોર મંદિરના પટાંગણમાં ઘૂળેટીની પૂનમે ભાગદોડ થઈ હતી .જેમાં અમદાવાદના 6 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 27મી માર્ચ 1994માં બનેલી આ દુર્ધટનાની યાદ જૂનાગઢના મેળાએ યાદ કરવી છે. તેવામાં આ વખતે ફાગણી પૂનમના મેળામાં ડાકોરમાં એકત્રિત થતા ભાવિભક્તો સાવધાની અને સાવચેતી રાખે તે જરૂરી છે. ખોટી અફવા અને ધક્કામુક્કી ન કરે તે જરૂરી છે.
લાખોની સંખ્યામાં યાત્રાધામ ડાકરોમાં લોકો ભેગા થશે જેથી ફરીથી તંત્રની અગ્નિપરીક્ષા થશે. ડાકોરના મેળામાં દરેક ઉમરના લોકો ફાગણી પૂનમના મેળા આવે જેમાં નાના બાળોકથી લઈને વૃદ્ધ વડીલોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ડાકોરના સાંકળા રસ્તાના કારણે ભીડ વધુ પ્રમાણ રહે છે .અને તેવામાં નાનકડી ધક્કામુક્કી પણ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. તેવામાં તંત્ર દ્રારા યોગ્ય વ્યવસ્થાની જરૂર છે નહીં તો જૂનાગઢ જેવી પરિસ્થીતિનું નિર્માણ થાયે તવી ભીતિ સેવાઈ રહ્યાં છે.
ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે સાંકર વર્ષાના મેળામાં 22 જેટલા ખિસ્સાકાતરૂઓ પોલીસના હાથે ઝડપાયાં હતાં. જેથી આ ફાગણી પૂનમના મેળા ખિસ્સાકાતરૂ પોતાની નજર રાખીને બેઠા હશે. જેથી પોતાના સામાન અને ખિસ્સાની કાળજી લેવી જરૂરી બની જાય છે. હાલના દિવસોમાં યાત્રાધામ ડાકોરને અડીને આવેલા 25થી વધુ ગામોને વાહન-વ્યવહારની અસર પણ થઈ રહી છે. અને ફાગણી પૂનમના દિવસે વાહન-વ્યવહાર ખોરવાઈ જાય છે. આ દિવસે રૂટ ઉપર આવતી-જતી બસો પણ નિયત સમયે આવી શક્તી નથી. રોડ અને ડાકોરના રસ્તાઓ ઉપર પદયાત્રીઓ અને ભાવિભક્તોની ભીડ જામી જાય છે.
રાકેશ પંચાલ
રાકેશ પંચાલ
