પ્રેમ અને સેવાનો પ્રતિક બન્યો અંગ્રેજ ખેલાડી
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં ઓલિમ્પિક રમતમાં કાંસ્ય ચંદ્રક વિજેતા નિક ઈવાગ્રોઉ રહે છે. લંડનથી આવેલો આ ખેલાડી નડિયાદ તાલુકાના નાનકડાં ગામ અરેરામાં રહે છે. જોકે નિક ગત વર્ષ જૂન મહિનામાં ગુજરાત આવ્યો હતો. નિકનું ગુજરાતમાં રહેવાનું મુખ્ય કારણ તેની પત્ની છે. નિક ઈવાગ્રોઉના લગ્ન ગુજરાતના નાનકડાં ગામ અરેરામાં રહેતી ભક્તિ પટેલ સાથે થયા છે. જોકે તેની પત્નીને ઘરડા લોકોની સેવા કરવાની ઈચ્છા છે. અને તે ગુજરાતમાં રહીને પોતાના ગામમાં જ ઘરડા લોકોની સેવા કરવાની ઈચ્છા હતી. જે કારણોસર નિક ઈવાગ્રોઉ પોતાની પત્નીને નિરાશ કરવા માંગતો ન હતો. જે કારણોસર પોતે લંડન છોડીને પોતે હાલના દિવસોમાં તેની પત્નીના ઘરે જ રહે છે .અને પોતે નડિયાદની એક પ્રાઈવેટ સ્કુલમાં નાના બાળકોને રમત શીખવાડે છે. જોકે નિક સ્કુલમાં માર્શલ આર્ટ શીખવવાની સાથે ઘરના અનેક કામ કરવામાં મદદ કરે છે. હાલના દિવસોમાં આ અનોખા દંપતી દ્રારા એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યુ છે. ઉપરાંત ત્રીસ રૂમો બનાવવમાં આવ્યે છે. જેમાં વૃદ્ધોને રહેવા માટેની આરામદાયી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત આ કાંસ્ય ચંદ્રક વિજતા નિક ઈવાગ્રોઉની ઈચ્છા છે કે ચિની માર્શલ આર્ટને નાના ગામડાંઓ સુધી લઈ જાય. જેથી નિક સાંજના સમયે લોકોને પ્રાઈવેટ કોચિંગ આપવાનું શરૂ કર્યું છે. જેથી લોકો આ માર્શલ આર્ટ શીખી શકે, કાંસ્ય ચંદ્રક વિજેતા નિક ઈવાગ્રોઉ વર્ષ 2008માં બેઈજિંગ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેમાં માર્શલ આર્ટમાં કાંસ્ય ચંદ્રક વિજેતા બન્યો હતો. જોકે માર્શલ આર્ટને હજુ સુધી ઓલિમ્પિકમાં રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો નથી. પરંતુ આ ઈગ્લેન્ડના ખેલાડીને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્રારા ભાગ લેવાની પરવાનગી આપી હતી. જોકે માર્શલ આર્ટનો સમાવેશ ઓલિમ્પિક રમતો થાય તે માટે નિક તેના અન્ય એથેલેટ્સ મિત્રો પ્રયત્નો કરી રહ્યાં છે. અને આશા છેકે 2016માં બ્રાઝિલમાં યોજાનાર ઓલિમ્પિક રમતોમાં માર્શલ આર્ટનો સમાવેશ કરવામાં આવે.
રાકેશ પંચાલ