27મી માર્ચના દિવસને વર્લ્ડ થિયેટર દિન તરીકે ઉજવવામાં આવે છે. કલા
ક્ષેત્રે ખેડા જિલ્લાના નડિયાદ શહેરનું બહુમૂલ્ય યોગદાન રહેલુ છે. પરંતુ હાલના
દિવસોમાં નડિયાદ ખાતે આવેલ કલામંદિરને પોતાનું મકાન નથી. અને જે મકાન છે તેની
દિવાલો પડી જાય તેવી હાલતમાં છે. જેથી કલાપ્રેમીઓમાં આ બાબતે નારાજગી છે.
જોકે વર્લ્ડ થિયેટર દિનના દિવસે નડિયાદ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે
છે. પરંતુ જે કલામંદિરના માધ્યમથી નડિયાદના કલાકારો ગુજરાતમાં અનેક ઠેકાણે
કાર્યક્રમો કરે છે અને નડિયાદનું નામ રોશન કરે છે. તેવા કલાકારો માટે પોતાનું કહી
શકાય તેવું મકાન નડિયાદમાં સારી હાલતમાં નથી. જેથી કલાકારોને ઘણી તકલીફો વેઠવી પડે
છે. તેમ લોકો જણાવી રહ્યાં છે. નડિયાદ ખાતે આવેલ કલામંદિર દ્રારા વર્ષ દરમ્યાન ત્રણથી
વધુ નાટક કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ ટ્રેનિંગ પ્રોગામ પણ ચલાવવમાં આવે છે.
પરંતુ કલામંદિરના મકાનની આવી કથળેલી હાલત
જોઈને કોઈ પણ કલાપ્રેમી માણસ દુખી થઈ જાય તેવી સ્થિતી છે તેમ લોકો જણાવી રહ્યાં
છે.
સાત દાયકા પહેલા ગોવિંદરામ
વ્યાસે નડિયાદ કલામંદિરની સ્થાપના કરી અને સમસ્ત ખેડા જિલ્લા અને ગુજરાત
સૌરાષ્ટ્રમાં 1975 સુધી મૃત્યુપર્યત નાટકો ભજવ્યા હતાં.સાહિત્યતીર્થ સંસ્કાર નગરી
નડિયાદ એક નાટ્યનગરી પણ છે. ચલચિત્ર
જગતમાં પણ તેનું પ્રદાન અમૂલ્ય છે.હાલના દિવસોમાં દેશભરમાં હિન્દી ફિલ્મોમાં આગવી
છાપ ધરાવતાં એ.એ. નડિયાદવાલા બેનર પણ નડિયાદની ભેટ છે. કલાક્ષેત્રે નડિયાદ આગવી છાપ ધરાવે
છે. કલામંદિરમાંથી અનેક કલાકારોનો જન્મ થયો છે. જેમને ગુજરાતની સાથે વિશ્વભરમાં
પોતાની કલાની આગવી છાપ છોડી છે. તેવામાં કલામંદિરને પોતાનું મકાન મળે અને
કલાકારોને સુવિધા મળે તેમ કલાપ્રેમી ઈચ્છી રહ્યાં છે. આ બાબતે તંત્ર દ્રારા સત્વરે
કોઈ પગલાં ભરવામાં આવે તો કલાકારોને ઘણી રાહત મળી શકે તેમ છે તેમ કલાપ્રેમી જણાવી
રહ્યાં છે.
રાકેશ પંચાલ
