આજેનડિયાદ ખાતે સંતરામ ડેરી પાસે આરો પ્લાન્ટનું ખોદાકામ ચાલી રહ્યું છે. આજે સવારથી આરો પ્લાન્ટ માટે ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. જેમાં અચાનક પોચી માટીનો ભાગ કામ કરી રહેલરા મજૂરો પર ઘસી પડ્યો હતો. જેમાં ત્રણ મજૂરો ફસાઈ ગયા હતાં. આ ફસાઈ ગયેલા મજૂરોમાંથી એક મજૂરને કાઢવામાં ઘણી મુશ્કલીઓ પડી રહી હતી. પરંતુ અંતે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જેની મદદથી આ મજૂરની કાઢવામાં સફળતા મળી હતી.
જોકે આ ત્રણ મજૂરોમાંથી બે મજૂરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરંતુ એક મજૂરની ગંભીર હાલત હોવાથી તેની નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અગાઉ પણ આરો પ્લાન્ટના કારણે સ્થાનીય નિવાસીઓ અનેક મુશ્કલીઓ વેઠી રહ્યાં છે. તેવામાં સંતરામ ડેરી પાસે બનેલી આ અચનાક બનેલી દુર્ધટનાથી લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતાં. જોકે લોકોના મતે જમીનની માટી પોચી હતી તેથી તે અચાનક ધસી પડી હતી અને જે કારણસોર ખોદાકામ કરી રહેલા મજૂરો દટાઈ ગયા હતા. પરંતુ આ ઘટનામાં કોઈ જાનિહાની થવાના સમાચાર નથી.
રાકેશ પંચાલ