www.GraminPatrika.com: ગામડાંઓમાં ગેસ પાઈનલાઈનથી વધતો ત્રાસ Blogger Widgets

ગામડાંઓમાં ગેસ પાઈનલાઈનથી વધતો ત્રાસ

ગામડાંઓમાં ગેસ પાઈનલાઈનથી વધતો ત્રાસ
ગુજરાતના ગામડાઓમાં ગેસ પાઈપલાઈનપહોંચી ગઈ છે. જેથી ગ્રામજનોને રાહત મળી છે. ઘરે બેઠા પાઈપલાઈન મારફતે ગેસ મળીરહ્યો છે. પરંતુ પાઈનલાઈનમાં ગેસ લીકેજ જેવી ઘટનાઓ દરમ્યાન ખોદકામ કરવામાં આવે છે.અને ત્યાર બાદ ખોદેલા ખાડાઓ એવીજ પરિસ્થિતિમાં રહે છે. જેથી ગ્રામજનોને મળેલા પાકારસ્તા પરિણામે તૂટેલી હાલતમાં ફેરવાઈ જાય છે. આવી જ એક પરિસ્થિતિનું નિર્માણ   નડિયાદ તાલુકામાં આવેલા વસો ગામમાં થયુ છે.વસોમાં  સ્વામિનારાયણ મંદિરના લુહારવાડાચોકમાં મુખ્ય માર્ગની વચ્ચે  બે ફૂટનો ખાડોપડી ગયો છે. ગત વર્ષે આ મુખ્ય માર્ગને સિમેન્ટનો બનાવવામાં આવ્યો હતો. જેથીગ્રામજનોને રાહત થઈ ગઈ હતી. પરંતુ ગત મહિનામાં ગેસ પાઈપલાઈન કંપની  દ્રારા આ મુખ્ય માર્ગ ઉપર ખાડો ખોદવામાં આવ્યોહતો. પરંતુ આ ખાડો ભરવામાં  આવ્યો ન હતો.જેથી સામાન્ય બે ફૂટના ખાડાએ હાલના  દિવસોમાંભયનાક બની ગયો છે.

 જોકે ગામના સરપંચના મતે ગેસપાઈપલાઈન કંપની દ્રારા ગેસ લીકેજ શોધવાનું કામકાજ ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધીઆ કામ પુર્ણ થયુ નથી. જેથી ખાડો પુરવામાં આવ્યો નથી. પરંતુ દિવસે ને દિવસે આ રોડનીદશા બગડતી જાય છે. ગેસ પાઈપલાઈન કંપની  દ્રારા એક જગ્યાને યથાવત પરિસ્થિતિમાં છોડીનેજતા રહ્યાં છે. પરંતુ જો કામ ચલાઉ આ રોડ પર પત્થર ગોઠવી દેવામાં આવે તો પણરાહદારીઓને રાહત મળી શકે તેમ છે. તેમ છંતા આ પ્રકારની કામગીરી પણ હાથ ધરવામાં આવીરહી નથી. જેથી તે વિસ્તારના ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

        સતત એક મહિનાથી ગેસ લીકેજ ઉપરકામ કરી રહેલી ગેસ પાઈપલાઈન કંપનીને હજૂ ગેસ લીકેજની જગ્યા મળી નથી. જેથી લોકોનેઆશ્ચય પણ થાય છે. લાખોના ખર્ચે ગામમાં રસ્તાઓ બનાવવમાં આવે છે. અને તેની ઉપર આપ્રકારે ખોદકામ કરી છોડી દેવામાં આવે છે .જેથી ગ્રામજનો માટે પરિસ્થિતિ સુધરતી નથીપરંતુ વધારે બગડી જતી જોવા મળી રહી છે. જોકે ગામના સેનેટીર ઈન્સપેક્ટર હાલનાદિવસોમાં રજા ઉપર છે. જેથી તેઓ બાબતે અજાણ હોવાનું જણાવે છે. તેમ છંતા ગામના સરપંચદ્રારા આ બાબતે યોગ્ય પગલા ભરે તે જરૂરી છે તેમ ગ્રામજનો જણાવે છે.


 જોકે બાબતે ગ્રામપંચાયતદ્રારા કામચલાઉ ઉકેલ કરે તેની આશા ગ્રામજનો સેવી રહ્યાં છે. આ વિસ્તારનામુખ્મમાર્ગ પરથી ઘણા લોકો ભારે વાહનો લઈને અવરજવર કરતા હોય છે. આ ખાડાના કારણેકેટલાય વાહનો ફસાઈ જાય છે. ઉપરાતં રોડ ઉપર બાઈકચાલકો સ્પીલ પણ ખાઈ જાય છે. તેમજ આવિસ્તારમાં પાંચ મંદિરો આવેલા છે. જેથી ગ્રામજનોની આ વિસ્તારમાં અવર-જવર રહેતી હોયછે. જેથી આ કારણોસર ગત વર્ષે અહી પાકો સિમેન્ટનો રોડ બનાવવમાં આવ્યો હતો. પરંતુહવે ફરીથી ગેસ પાઈપલાઈન કંપની દ્રારા આ વિસ્તારમાં ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યુંછે. જેથી રોડની સ્થિતિ પહેલા જેવી જઈ જવા પામી છેં. જેથી ગ્રામજનોના હાથમાં સરવાળેશૂન્ય જ આવ્યો હોવાની લાગણી વ્યાપી છે.

           આજથી એક વર્ષ અગાઉ જ્યારેનડિયાદ તાલુકાના અમુક ગામોમાં ગેસ પાઈપલાઈન કંપનીની ગેસ પાઈપલાઈન આવી હતી. ત્યારેપણ મોટા પ્રમાણમાં રસ્તાઓ ઉપર ખોદકામ કરવામાં આવ્યું હતુ. ત્યારે પણ રોડ ઉપરનાપથ્થરો બરાબર બેસાડવામાં આવ્યા ન હતા. પરંતુ ત્યાર બાદ ગ્રામપંચાયતની ચૂંટણીઆવી  હતી. જે કારણોસર જેમ-તેમ કરીને સરપંચદ્રારા પથ્થર બેસાડવામાં આવ્યા હતા. અને અમુક વિસ્તારોમાં સિમેન્ટવાળા આરસીસી  રોડ પર બનાવામાં આવ્યા હતા. પરંતુ ગેસ પાઈપલાઈન કંપની ગમે ત્યારે ખોદકામ કરીને રોડની હાલત ખરાબ કરી દે છે. અનેત્યારબાદ કોઈ ધ્યાન આપતુ નથી તેમ લોકો કહી રહ્યાં છે.






રાકેશ પંચાલ