| શિક્ષકના એસએમએસે તંત્રની ચિંતા વધારી |
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા મથકે
જિલ્લા શિક્ષણ સમિતિ અને પોલીસ તંત્રને એક મોબાઈલ ફોનના એસએમએસે દોડતું કરી
મૂક્યું હતું . સોમવારે વહેલી સવારે મોબાઈલ એસએમએસ મારફતે એક શિક્ષકે જિલ્લા
શિક્ષણ સમિતિની કચેરી સામે આત્મદાહ કરવાની ધમકી આપી હતી. જોકે આત્મદાહનું મુખ્ય
કારણ શિક્ષકનું ટ્રાન્સફર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક સ્કુલમાં ધોરણ 3ના
શિક્ષક મિતેશભાઈ પટેલનું ટ્રાન્સફર ઠાસરા તાલુકામાં આવેલી નેશ ગામની પ્રાથમિક
સ્કુલમાંથી નડિયાદ તાલુકામાં આવેલી બામરોલી ગામની પ્રાથમિક સ્કુલમાં થયું હતું.
જોકે જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીએ આત્મદાહના ધમકીભર્યા એસએમએસની જાણ નડિયાદ પ્રશ્ચિમ
વિસ્તારના પોલીસ સ્ટેશનમાં કરી હતી. જેથી પોલીસ દ્રારા ખેડા જિલ્લા પંચાયતની
કચેરીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા પંચાયતના
કમ્પાઉન્ડમાં આવતા દરેકે દરેક વ્યક્તિ સાથે પુછપરછ કરવામાં આવી રહી હતી.
પોલીસના મતે શિક્ષકની ઓળખાણ કરી શકાય તેવી કોઈ માહિતી અમારી પાસે ન હતી. અને
જે નંબરથી એસએમએસ આવ્યો છે. તે મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતો .જે કારણોસર લોકેશન જાણવામાં મુશ્કેલી પડી રહી
હતી. જેથી શિક્ષકને કચેરી ખાતે આત્મદાહ કરવા રોકવા માટે આ પોલીસ બંદોબસ્ત ગોઠવી
દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ગાડી પણ બોલાવી દેવામાં આવી છે.
ખેડા જિલ્લા પંચાયતની કચેરી ખાતે સવારથી બપોર સુધી પોલીસ તંત્ર શિક્ષકની રાહ
જોઈ રહ્યું હતું . પરંતુ આત્મદાહની ધમકી આપનાર શિક્ષક કચેરી ખાતે આવ્યો ન હતો. જોકે સવારથી બપોર સુધી
કચેરી ખાતે શિક્ષકની રાહ જોઈ રહેલી પોલીસની તપાસનો અંત ત્યારે આવ્યો જ્યારે
શિક્ષકે પોતાને બાયડ પોલીસ સ્ટેશન હાજર કરવાનો છે તે સંદેશો તેના મિત્રોના મારફતે મોકલી આપ્યો.
ધોરણ ત્રણના વિધાર્થીઓને ભણાવતા મિતેશભાઈ પટેલ નામના શિક્ષક પહેલા ઠાસરા તાલુકાની નેશ ગામની પ્રાથમિક શાળામાં
શિક્ષક તરીકે કામ કરી રહ્યાં હતાં પરંતુ ત્યાં
અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જે વહીવટી કારણોસર તેમનું ટ્રાન્સફર નડિયાદ
તાલુકામાં આવેલ બામરોલીની પ્રાથમિક શાળામાં કર્યું હતું જે કારણોસર શિક્ષક
આત્મદાહનું પગલુ ભરાવાનો છે તેમ જાણવા મળ્યું હતું.
રાકેશ પંચાલ
રાકેશ પંચાલ
