www.GraminPatrika.com: ચરોતરની અનોખી મહિલા સરપંચો Blogger Widgets

ચરોતરની અનોખી મહિલા સરપંચો

ચરોતરની મહિલા સરપંચો

પંચાયતીરાજમાં સરપંચની ભૂમકા સૌથી અગત્યની ગણવામાં આવે છે.  ગુજરાતમાં અનેક ગામોમાં  સરપંચ તરીકે મહિલોઆ કામગીરી કરી રહી છે. જેમાંચરોતરમાં આવેલ સિસ્વા અને ભૂમેલ ગામની મહિલા સરપંચ ઉદાહરણરૂપ બની ગયા છે.  







ખેડા જિલ્લાના નડિયાદતાલુકામાં આવેલ ભુમેલ ગામના સરપંચ તરીકે કામ રહેલા રશ્મિકાબેન પરમાર ગામની વહુ છે.તે પોતે ડબલ માસ્ટર ડીગ્રી ધરાવે છે. આ વખતે મહિલા બેઠક હતી જેથી તેઓ સરપંચનીચૂંટણીમાં ઉભા રહ્યાં હતાં અને તે જીતી ગયા હતા. હાલના દિવસોમાં ગામમાં સાફ-સફાઈરહે તે માટે કચરો ફેલાવનાર સામે દંડ જાહેર કર્યો છે. જેમાં જાહેરમાં શૌચાલયકરનાર  કે કચરો ફેકનારને એકાવન રૂપિયાનોદંડ રાખ્યો છે. ઉપરાંત ગામની પાણીંની સમસ્યાના ઉકેલ તેમજ  પંચાયત ઘર માટેની કામગીરી કરી રહ્યાં છે.ગામમાં અનેક પ્રશ્નો છે. જે પ્રશ્નોને હલ કરવા માટે નાણાંની જોગવાઈ કરી રહ્યાં છે.જેથી દરેકના ઘરમાં શૌચાલય થાય અને ગામ આર્થિક રીતે સધ્ધર થાય તે માટે આગળ રજૂઆતોકરી રહ્યાં છે. તેમને આશા છેકે નજીકના દિવસોમાં આ બાબતે કામગીરી શરૂ થઈ જશે. જોકેઆ મહિલા સરપચ ગામમાં પોતાનું  બ્યુટીપાર્લર ચલાવે છે. અને સાથે સરપંચ તરીકે પોતાની જવાબદારી પણ નિભાવે છે. જોકે ગામપંચાયતના સભ્યો અને ગ્રામજનો દ્રારા યોગ્ય સાથ-સહકાર મળતો હોવાથી કામ-કાજમાંમુશ્કેલી પડતી નથી તેમ જણાવી રહ્યાં છે. ગ્રામજનોને અલગ-અલગ યોજનાની માહિતીઆપવામાં આવી રહી છે. જેથી તે સરકારી યોજનાના લાભ લઈ શકે. મહિલા સરપંચના મતે આગામમાં પહેલા પણ મહિલા સરપંચ હતાં જેથી આ વખતની ચૂંટણીમાં  મહિલા સરપંચ આવે તેવી લોકચાહના હતી. જેથી આવખતે ગ્રામજનોએ મારી ઉપર ભરોસો રાખ્યો છે અને લોકોમાં આ ભરોસો સાચો ઠરે તે ગામનાવિકાસ માટે કાર્યરત છું.

ગામે બદલ્યો ઈતિહાસ

 જ્યારે આણંદ જિલ્લાના બોરસદતાલુકામાં આવેલ ગામ સિસ્વાની પંચાયત દેશભરમાં ચર્ચોનો વિષય બની છે. તેનું માત્ર એકજ કારણ છે કે સિસ્વા ગ્રામ પંચાયતનું સુકાન 12 યુવતીઓસંભાળે છે. આ ગામ પાંચ હજારની વસ્તી ધરાવે છે.છેલ્લા 20 વર્ષથી આગામમાં ગ્રામ પંચાયતની ચૂટણી થઈ નથી. આ ગામમાં સહમતીથી આગેવાનો નક્કી થાય છે. જેથીઆ ગામ સમરસ ગ્રામ પંચાયતનું ઉત્તમ ઉદાહરણ બનીગયું છે.

 આ ગામના વડીલો દ્રારા ગામની સરંપચમહિલાને બનાવાતી હતી. પરંતુ આ વખતે ગ્રામપંચાયતમાં સભ્યોથી થઈને સરપંચ સુધીના પદે યુવાન છોકરીઓને બેસાડી દેવામાં આવે છે. આતમામ યુવતીઓની ઉંમર 22થી 26 વર્ષની વચ્ચે છે. જેમાંબે યુવતીઓ એન્જિનિયર, બે યુવતીઓ નર્સ, એક યુવતી એમબીએ,એકયુવતી એકાઉન્ટન્ટ છે. જેથી આટીમમાં દરેક ક્ષેત્રના સભ્યો છે. જેથી ગામની મુશ્કેલીઓ દૂરકરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. 

  આ યુવતીઓ દ્રારા પ્રાથમિકતબક્કે સમસ્યા અંગે વિચારણા કરવામાં આવે છે.ત્યારબાદ તેનું પ્લાનીંગ અને અંતે એક્ઝીક્યુટ કરવામાં લાગી છે.આ ગામની યુવા મહિલાફોજ દ્રારા સૌપ્રથમ ગામના બસ સ્ટેન્ડને સુધારવાનુંકામ શરૂ કરવામાં આવ્યું હતું. બસ ઘણા વર્ષોથી ખરાબ હાલતમાં હતું. જેથી તેનીજરૂરિયાત પહેલા ક્રમે જણાતી હતી. અને ત્યાર બાદ આખાંય ગામમાં આરસીસી રોડ બનાવવાનોપ્લાન છે. અને ગામની મહિલાઓ ઘરે બેઠાં રૂપિયા કમાઈ શકે તે હેતુસર અગાઉના વર્ષોમાંગૃહઉધોગ શરૂ કરવાની ઈચ્છા છે. જેથી ગામના લોકો આર્થિક રીતે મજબૂત બને.

રાજસ્થાનની એક સરંપચ છવી રાજાવત31 વર્ષનીઉંમરે દેશની સૌથી નાની વયની સરપંચ હતી. પરંતુહવે 25 વર્ષની ઉંમર ધરાવતી આ ગામની યુવતી હિનલપટેલ દેશની સૌથી નાની વયની સરંપચ બની છે. આ ઉપરાંતકચ્છના નખત્રાણાના મોરઝર ગામમાં પણ ગ્રામ પંચાયતનું આખું સુકાન મહિલાઓ દ્રારાસંભાળવામાં આવે છે.






રાકેશ પંચાલ