www.GraminPatrika.com: એનજીઓની લેખિત ફરિયાદ Blogger Widgets

એનજીઓની લેખિત ફરિયાદ

  ગેરકાયેદસર બાપ્ટિસ્માની લેખિત ફરિયાદ
ચરોતરના ખંભાતમાં છેલ્લા એક વર્ષમાં બત્રીસ દલિત બાળકોનું ધર્માંતર કરવામાં આવ્યુ હોવાનો લેખિત આરોપ બે ચર્ચ પર કરવામાં આવ્યો છે. દલિતો માટે લડતી સંસ્થાએ કલેક્ટરને લેખિત ફરિયાદ કરતા જ  આણંદના કલેક્ટર દ્રારા જિલ્લા પોલીસ અધિક્ષક અને પ્રાંત અધિકારીને તત્કાલિન  અસરથી તપાસ સોંપવામાં આવી છે. તપાસ પૂર્ણ થતાં જ કસુરવારો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. તેમ જણાવ્યું હતું. 


આણંદ જિલ્લાના ખંભાત અને નગરના કેથલિક ચર્ચમાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર અનુસૂચિત જાતિના 32 સગીર બાળકોને ધર્મગુરૂની ઉપસ્થિતિમાં બાપ્ટિસ્મા આપી ધર્માંતર કરાવવામાં આવી રહ્યું  હોવા અંગે મંગળવારના રોજ સ્વૈચ્છિક સંસ્થા દ્રારા કલેક્ટર અવંતિકાસિંઘને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.દલિતોના માનવ અધિકારો માટે લડતી સંસ્થા ફોરમ ફોર પીસ એન્ડ જસ્ટિસના મતે  આ મામલે સજાગતા સેવી અનેક પ્રલોભનો દ્રારા અનુસૂચિત જાતિના સગીર બાળકોનું ધર્માંતર કરી રહેલા તત્વોને ખુલ્લા પાડવા સક્રિય બની છે. જેમાં તેમણે જણાવ્યું છેકે  ખંભાતમાં 12મી ફેબ્રુઆરી 2012ને રવિવારના રોજ ત્રણ જેટલા ફાધરની હાજરીમાં પંદર જેટલા સગીર બાળકોને બાપ્ટિસ્મા આપી ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હોવાનો તેમજ એક વર્ષ અગાઉ 17 જેટલા સગીર બાળકોને બાપ્ટિસ્મા આપી ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હોવાની જાણ થઈ હતી . અને તેના આધારે તેમણે ધર્માઁતરણ કરી રહેલા તત્વો સામે કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે. જોકે આ આરોપોને  ખંભાત અને નગરાના કેથલિક ચર્ચ  ખોટા અને પાયોવિહોણા જણાવી રહ્યાં છે. અને  ચર્ચમાં કોઈને પણ ગેરકાયેદસર બાપ્ટિસ્મા આપવામાં આવતી નથી તેમ જણાવી રહ્યાં છે.






રાકેશ પંચાલ