www.GraminPatrika.com: ગાબડુ લાવી આફત Blogger Widgets

ગાબડુ લાવી આફત


   તબાહીના દ્રશ્યો 
 ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ફિણાવ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ફિણાવ ગામની પાસેથી કેનાલ પસાર થાય છે. જેમાં ભંગાણ પડતાં કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. તમાકુનો પાક તૈયાર થઈ ગયો હતો જેથી તમાકુને ખેતરોમાં સૂકવવામાં માટે મૂકી હતી. અને તેની ઉપર આ કેનાલનું પાણી ફરી વળ્યું છે. જેથી તમાકુનો પાક નિષ્ફળ થઈ જવા પામ્યો છે. અંદાજે 200 વીઘાંથી પણ વધુ જમીન આ વિસ્તારમાં આવેલી છે. ખેડતોના જણાવ્યા અનુસાર મહી કેનાલની ઝીરો માઈનોર ખુમારવાડ શાખા વિસ્તાર ફિણાવ પાસેથી પસાર થાય છે. અને કેનાલમાં એકાએક 15 મીટરથી વધુ મીટરનું ભંગાણ પડ્યું હતું. આ ગાબડું પડવાના કારણે કેનાલમાં જતો 50 ક્યુસેકની ક્ષમતાનું  પાણી ખેતરોમાં ધસી ગયું હતું.

અંદાજે  200 વીઘાંથી  પણ વધુ જમીનમાં આ પાણી ફરી વળતાં ખેડૂતોને લાખ્ખો રૂપિયાનું નુકશાન થયું છે. હાલ એક અંદાજ મુજબ એક વીઘામાં 70થી 80 હજાર રૂપિયાની તમાકુ થતી હોય છે. ત્યારે 200 વીઘામાં  તમાકુને થયેલા નુકશાનનો આંક ઘણો ઉંચો માનવામાં આવી રહ્યો છે.જેથી ખેડૂતો હતાશ થઈ ગયા છે, ખેડૂતોને આશા છેકે સિંચાઈ વિભાગ દ્રારા યોગ્ય પગલા ભરાશે.

          હાલના દિવસોમાં ચરોતરના વિસ્તારોમાં તમાકુની કાપણી કરીને તેના પાનને સૂકવવામાં આવી રહ્યાં છે. અને સૂકવેલા તમાકૂના પાન ઉપર પાણી ફરી વળતાં તમાકુ ખરાબ થઈ જાય છે તેમ ખેડૂતો જણાવી રહ્યાં છે. આ રીતે અચાનક ગાબડુ પડતાં ખેડૂતો રાતોરાત ખોટમાં ધકેલાઈ ગયા છે. જેથી ફિણાવ ગામના ખેડૂતો માટે આ કેનાલના પાણીએ મુશ્કેલીઓ વધારી દીધી છે. શરૂઆતથી ઠંડીની ચમકારો પડી રહ્યો હતો જેથી તમાકુ પર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો. જેમતેમ કરીને ખેડૂતોએ તમાકુના પાકને સુરક્ષિત રાખ્યો હતો. અને છેવટે કેનાલનું પાણી ખેતરોમાં  ફરી વળતાં તમાકુની સાથે ખેડૂતોની મહેનત પણ પાણીમાં ડૂબી જવા પામી છે.






રાકેશ પંચાલ