સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મંદિર ખાતે છેલ્લા ત્રણ દિવસથી દ્રિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં લાખો શ્રદ્ધાળુ ભક્તો આવ્યાં છે. આ મહોત્સવમાં વડતાલ ખાતે નવનિર્મિત ગોમતી તળાવને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેથી શુક્રવારના રોજ બપોરે મહોત્સવમાં ભાગલેવા આવેલા કેટલાક બાળકો ગોમતી ઉપર રમી રહ્યા હતા ત્યારે અચાનક જ ગોમતી ઉપર રમતા બે ત્રણ બાળકો ગોમતીમાં સ્નાન કરવા માટે ગયા હતાં ત્યારે ઉમેશ ગુરૂ જગત નામનો 12 વર્ષનો બાળક ગોમતીના પાણીમાં ખેંચાઈ જતાં ડૂબી જવા પામ્યો હતો. જેથી તેનું કરૂણ મોત નિપજ્યું હતું.
મુળ મહારાષ્ટ્રના જલગાવનો ઉમેશ ગુરૂ જગત વડતાલની જ લક્ષ્મીનારાયણ સ્કુલમાં ધોરણ સાતમાં ભણતો હતો. શુક્રવારનો રોજ ધૂળેટી ઉત્સવ મનાવ્યા બાદ બાળકો ગોમતી તળાવમાં નાહવા ગયા હતાં. જે દરમ્યાન આ ઘટના બની હતી. જોકે ઘણા સમયથી શોધખોળ કર્યા બાદ આ બાળકની કંઈ ખબર ન મળતાં આખરે ફાયરબિગ્રડેને બોલાવામાં આવી હતી. ફાયરબ્રિગેડને તળાવમાં કલાકો દરમ્યાન શોધખોળ કરી હતી. ત્યાર બાદ આ બાળકની લાશ હાથે લાગી હતી. જોકે આ ઘટનાથી વડતાલ ધામમાં ચકચાર મચી જવા પામી હતી.
લોકોના નાહવા માટે કરોડોના ખર્ચે બનાવેલા આ ગોમતી તળાવમાં પહેલા દિવસે જ એક બાળકની કરૂણ મોત થતાં લોકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. જોકે લોકોના મતે ગોમતી તળાવની આસપાસ બાળકોને નાહવાની પરવાનગી આપવી ન જોઈએ અને તે બાબતે કોઈ ખાસ વ્યવસ્થા પણ જોવા મળી ન હતી. આ ઘટના બાબતે ચકલાસી પોલીસે આકસ્મિક ઘટનાની નોંધ લીધી છે. અને બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી.
રાકેશ પંચાલ