![]() |
| ચતુર ગધેડાના ખેલ કરનાર માત્ર ત્રણ જ પરિવારો. |
ગુજરાતમાં ત્રણ ચતુર ગધેડા છે. હિરાલાલ,ગંગારામ અને પન્નાલાલ. ચતુર ગધેડાને પ્રશ્નો પુછાતાં જવાબમાં જે વ્યક્તિને લાગુ પડતો હોય તે તેની પાસે જઈને ઉભો રહે છે. ગુજરાતમાં હવે ચતુર ગધેડાના ખેલ બતાવનાર માત્ર ત્રણ જ પરિવાર બચ્યા છે. આ બચેલા પરિવારોની આગળની પેઢી હવે આ ખેલ બતાવવાનો વ્યવસ્યા સ્વીકાર કરે તેની શક્યતાઓ ઓછી છે. જેથી આ પરંપરા હવે એક પેઢી સુધી જ ટકે તેમ લાગે છે.ચતુર ગધેડાનો ખેલ મધ્યપ્રદેશ,રાજસ્થાન અને ગુજરાતનો પરંપરાગત ખેલ છે. આ ખેલમાં ગધેડાને તાલીમ આપવામાં છ મહિના જેટલો સમય લાગે છે.
આ તાલીમ કેવી રીતે આપવામાં આવે છે તે એક રહસ્ય છે. તેમ છંતા તેમના કહેવા અનુસાર ગધેડાની શક્તિઓને જાગૃત કરવામાં આવે છે. આ ઈન્દ્રિય શક્તિઓની મદદથી ચતુર ગધેડો પ્રશ્નોના જવાબ આપવામાં સક્ષમ બને છે. જે માટે ચતુર ગધેડા ઉપર વશીકરણ અને મંત્રની વિધી કરવામાં આવે છે. આ ચતુર ગધેડો કોઈ સંવાદ કે કોઈ ટ્રીકની મદદથી કામ કરતો નથી. જોકે આ વાતમાં કેટલી સત્યતા છે તે ચોક્ક્સ કહી ના શકાય.
ગ્રામીણ મેળામાં ચતુર ગધેડાને એક રીંગમાં મુકવામાં આવે છે. અને રીંગની ફરતે માણસો ઉભા રાખવામાં આવે છે. જ્યારે ચતુર ગધેડાનો માસ્તર તેને પ્રશ્નો પુછે છે. તેના વળતા જવાબમાં ચતુર ગધેડો તે વ્યક્તિને ઓળખીને તેની સામે જઈને ઉભો રહે છે. જેમાં હાથ ઘડિયાળનો ચોર, સુંદર છોકરી, ઝઘડો કરનાર સ્ત્રી, તોફાની છોકરો, સુંદર ભવિષ્ય ધરાવનાર છોકરી, હોશિયાર બાળક, પ્રેમાળ વ્યક્તિ, લોભી માણસ જેવા પ્રશ્નો પુછતાં ચતુર ગધેડો તેના વળતા જવાબમાં સાચા વ્યક્તિની ઓળખાણ કરી બતાવે છે.જોકે આ એક સત્ય નથી. જેમા ચતુર ગધેડો દરેક સમસ્યાનો ઉકેલ આપવામ સક્ષમ હોય તે ચતુર ગધેડોના માસ્તર પણ કહે છે. આ માત્ર એક ખેલ છે જેમાં મંદબુદ્ધિ ધરાવતા જનાવરને ટ્રેનિંગ આપીને ચતુર બનાવવામાં આવે છે. આ માત્ર ટ્રેનિંગની કમાલ છે. જેની પોતાની એક મર્યાદા છે.



