www.GraminPatrika.com: ધારશાસ્ત્રીઓ માટે બન્યા માથાનો દુખાવો Blogger Widgets

ધારશાસ્ત્રીઓ માટે બન્યા માથાનો દુખાવો

ભાગી રહેલા ધારાશાસ્ત્રીઓ
 ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં દરેક ઠેકાણે ભિખારીઓની સંખ્યા વધી રહી છે. નડિયાદ ખાતે આવેલ કોલેજ રોડ, વાણીયા વાડ સર્કલ, સંતરામ મંદિર રોડ, પેટલાદ રેલ્વે ફાટક. બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ઉપરાંત નડિયાદ કોર્ટ પરિસર પણ બાકાત રહ્યું નથી. ખેડા જિલ્લામાં નડિયાદ શહેરમાં  મુખ્યત્વે સરકારી ઓફિસો આવી છે. આ ઉપરાંત જીલ્લા કોર્ટ નડિયાદ ખાતે આવેલી છે. જેથી સમગ્ર જીલ્લામાંથી લોકો કોર્ટના કામકાજ માટે આવતા હોય છે.જેથી લોકોની અવરજવર વધારે પ્રમાણમાં હોય છે. જેથી દરેક ઉમરના ભિખારીઓ કોર્ટ પરિસરમાં ભીખ માંગવા માટે પહોંચી જાય છે. કોર્ટના કામકાજ માટે આવેલા લોકોની પાછળ નાના નાના ભુલકાઓ ભીખ માંગવા માટે છોડી દેવામાં આવે છે. જેથી તેમને છેવટે કંટાળીને એક રૂપિયો પણ આપવો પડે છે. જોકે આ બાબતે ફરિયાદ કરવામાં આવે તો પણ ભિખારીઓ તેમની જગ્યાએ પાછા ગોઠવાય જાય છે.


 ભિખારીઓના ત્રાસથી કોર્ટ પરિસરમાં ટેબલ લઈને બેઠેલા વકીલો પણ બાકાત નથી. આખો દિવસ ભિખારીઓ તેમની ઉપર ભીખ માંગીને ત્રાસ ગુજારે છે.  જોકે ભિખારીઓથી કંટાળેલા આ બાબતે કંઈ પણ કરી શકે તેમ નથી તેમ જણાવી રહ્યાં છે. હવે તે પણ આ ભિખારીઓથી ટેવાઈ ગયા છે. કોર્ટ પરિસર ભિખારીઓની સંખ્યા વધી રહી છે. તેમા વળી નાના ભૂલકોઓનો ઉપયોગ વધુ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે કડક પગલા ભરવા જરૂરી બન્યાં છે. કોર્ટ પરિસરમાં કેટલાંય વકીલો ભિખારીઓથી પોતાનો પીછો છોડવા માટે રસ્તો પણ બદલી નાખે છે. જ્યારે કેટલાંક તેમની ઉપર ધ્યાન આપતા નથી. તો  અમુક વકીલો ભિખારીઓથી દૂર જવા માટે દોડ પણ મૂકે છે.  નાના બાળકોથી લઈને મોટી ઉમરના ભિખારીઓ કોર્ટ પરિસરમાં પોતાનો  ઘંઘો ચલાવી રહ્યાં છે. પરંતુ તેમાં ખાસ કરીને  નાના બાળકોને ભીખ માંગવા મજબૂર કરતા લોકો ઉપર સખત કાર્યવાહી થાય તે જરૂરી છે. નાના બાળકોને પ્રાથમિક શિક્ષણથી દૂર કરીને ભીખના કાળા કારોબારમાં  ઘકેલી દેનારા વ્યક્તિઓ ખુલ્લેઆમ કોર્ટ પરિસરમાં જ પોતાનો કાળો ઘંધો ચલાવી રહ્યાં છે. તેની સામે સખ્ત કાર્યવાહી થાય તેમ ધારાશાસ્રીઓ ઈચ્છી રહ્યાં છે.







રાકેશ પંચાલ