www.GraminPatrika.com: કેરીના રસિકો થશે નિરાશ Blogger Widgets

કેરીના રસિકો થશે નિરાશ

દર વર્ષે જોવા મળશે કેરીની અછત્ત !!

ગ્લોબલ ર્વોમિગના પરિણામે બદલાયેલા હવામાનથી  ગુજરાતમાં મોટા પાયે ઉત્પાદિત થતાં ફળોનાં રાજા ગણાતા કેરીનાં પાક ઉત્પાદન સામે ભંયકર જોખમ ઉભુ થયું છે. વર્ષ ભર રસદાર કેરીની આતુરતાથી રાહ જોતા કેરી ચાહકોએ આ વર્ષે કેરી માટે એક મહિનો વધારે રાહ જોવી પડશે. આ વર્ષે કેરીના પાક માટે જરૂરી હવામાન નહીં મળતાં આંબાને મોર આવવામાં વિલંબ થયો છે. જેના કારણે કેરી સામાન્ય કરતાં એક મહિનો મોડી આવશે. ખેડૂતો અને વેપારીઓનું કહેવું છે કે જો હજી થોડો સમય હવામાનની સ્થિતિ આવી જ રહેશે તો ગુજરાતમાં કેરીનો પાક મેના મધ્ય પહેલાં નહીં આવી શકે.આ વર્ષે હવામાન કેરીના પાકને અનુરૂપ રહ્યું નથી. સામાન્ય રીતે નવેમ્બર - ડિસેમ્બરમાં આંબાને મોર આવી જતા હોય છે પણ આ વર્ષે જાન્યુઆરીના અંતમાં મોર બેસવાના શરૂ થયા છે.


 કેટલાક ખેડૂતોએ વધારે પ્રમાણમાં ફલાવરીંગ થાય તેને માટે દવાઓનો પણ ઉપયોગ કર્યો હતો, તેનું થોડુ ઘણું પરિણામ પણ જોવા મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ફરી એક વખત વાતાવરણમાં જબરદસ્ત ફેરફાર થઈ થઈ ગયો છે, જેને લીધે કેરીમાં રોગ આવવાની શકયતાઓ રહેલી છે. ગરમીવાળા વાતાવરણમાં આંબામાં મઘિયા મ્હો અને ડૂખ કોરનારી ઈયળ, પાન કથીરી, ચિકટો, ભીંગડાવાળી જીવાત, પાન કોરીયુ, ભુકી છારા તથા અન્ય રોગ આવવાની શકયતા રહેલી છે. હાલના સંજોગોમાં આવા વાતાવરણને પગલે કેરીનાં પાકને બચાવવા માટે કેટલીક દવાઓનો છંટકાવ જે પ્રમાણે ખેડૂતો કરી રહ્યા છે, તેની પણ વિપરિત અસરો પણ થઈ શકે છે.ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમૃતફળ કેરીને આરોગવાની મજા જ અલગ હોય છે. તેમાંય કેસર કેરીનું નામ પડતાં જ કેરી રસિકોના મોંમાં પાણી આવી જાય છે. હાલ ખેડા-આણંદ જિલ્લામાં આવેલા કેરીના આંબાઓમાં મોર ફુટવાની પ્રક્રિયાની શરૃઆત થઇ ગઇ છે.

   આ અંગે કૃષિ નિષ્ણાંતએ  જણાવ્યું હતું કે સામાન્ય રીતે ડિસેમ્બર માસ આસપાસ આંબાઓમાં મોર ફૂટવાની પ્રક્રિયાની શરૃઆત થાય છે પરંતુ આ વર્ષે આ પ્રક્રિયા વાતાવરણ તથા અન્ય પરિબળોના કારણે થોડો સમય મોડી શરૃ થઇ છે આમ થવાથી કેરીનું ઉત્પાદન પણ એક સાથે થવાની તથા આંબાઓ પરથી મોર ખરી પડવાનું પ્રમાણ ઓછુ થવાની શકયતા છે. હવે ટૂંક સમયમાં આંબાઓમાં મોરમાંથી કાચી કેરી બંધાવાની શરૃઆત થશે. ખરાબ હવામાનને કારણે આ વર્ષે કેરીની  પાકની સિઝન મોડી શરૂ થઇ છે. કેરીના પાક માટે ઠંડક સારી છે, પણ લાંબો સમય સુધી ચાલુ રહેલો શિયાળો પાક માટે ચિંતાજનક છે.

ગયા વર્ષે પણ ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદ થતાં કેરીના પાકને નુકસાન પહોંચ્યું હતુંઉલ્લેખનીય છેકે હવામાનની પ્રતિકૂળતા, ઠંડી, ધુમ્મસ, વાદળો અને ભુખરી સહિતની કુદરતી આફતોના પરિણામે સમગ્ર  ગુજરાતમાં કેરીના પાક માટે ચાલુ વર્ષે ભારે અસમંજસની પરિસ્થિતિ પ્રવર્તી જવા પામી છે. વિશેષ કરીને રાજાપુરી, કેસર, બદામી, હાફુસ ઉપરાંત બીજી અનેક કલમોની કેરીઓ અને દેશી કેરીના પાક માટે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. મોડેમોડે આંબાનાં વૃક્ષો પર ખીલેલી મંજરીને બચાવવા વાડી માલિકો મોંઘી દાટ જંતુ નાશક દવાનો ઉપયોગ કરી રહ્યા છે.






રાકેશ પંચાલ