www.GraminPatrika.com: ચરોતર ‘’બમ બમ ભોલે’’ના શરણે Blogger Widgets

ચરોતર ‘’બમ બમ ભોલે’’ના શરણે

બમ બમ ભોલે
    19મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ચરોતરના શિવમંદિરો સવારથી બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યાં હતાં. ગામ કે શહેર દરેકે દરેક શિવમંદિરોમાં ભાવિભક્તોની સવારથી લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે. નડીયાદ શહેરમાં  આવેલ કુંભનાથ મહાદેવ, નાના કુંભનાથ મહાદેવ, ધાગેશ્વર મહાદેવ, ચંદ્રમોલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ,રાજરાજેશ્વર મહાદેવ, કુબેર ભંડારી મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ , રામેશ્વર મહાદેવ વગેર મંદિરોમાં શિવજીને રિઝવવા માટે સૌ શ્રદ્ધાળુ ભક્ત ઉપાસના કરી રહ્યાં છે. આ ઉપંરાત  ગામેગામ મહાલઘુરૂદ્ર યજ્ઞ, શિવસ્ત્રોત, શિવજીની પૂજા-અર્ચના, મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. તેમજ સમગ્ર દિવસ દરમ્યાન ભોલેનાથ ભક્તો શિવજીને હજારો લીટર દૂધનો અભિષેક કરશે.

   આ વર્ષે સોમવારે અને મહાશિવરાત્રિનો સુભગ સમન્વય થયો છે. તેથી તેનું વિશેષ મહત્વ આંકવામાં આવે છે. મંદિરોમાં લાઉડ સ્પીકરો પર શિવ મહિજન સ્ત્રોતનું ગાન કરવામાં આવી રહ્યું છે. મહાશિવરાત્રિની ઉજવણીરૂપે ખેડા જિલ્લામાં જુદા-જુદા 8 સ્થળોથી શિવયાત્રા શોભયાત્રા નીકળશે જ્યારે 31 સ્થળોએ મેળા ભરાશે.નડિયાદની જેમ મહેમદાવાદ તથા નજીકના આવેલા હલદરવાસ, ચકલાસીમાં શંકરાચાર્ય નગરુ ઉપરાંત પીજ,ડાકોર, કાલસર તથા વિરપુર વગેરે જેવા સ્થળોએ આવેલા જુદા-જુદા શિવમંદિરોમાં બેન્ડવાજાની સુરામલિ અને ભજન મંડળીઓની રમઝટ વચ્ચે ભગવાન ભોળાનાથને નગરયાત્રા કરવવામાં આવશે. જ્યારે નડિયાદ નજીક નેશનલ હાઈવે પાસે આવેલા શંકરાચાર્ય નગર ઉપરાંત વાત્રકના કાંઠે આવેલા ઉત્કંઠેશ્વર ખાતે તેમજ મહિસાગરના કિનારે આવેલા ગળતેશ્વર મહાદેવ સહિત અન્ય સ્થળોએ મળી ખેડા જિલ્લામાં નાના-મોટા 31 મેળાનું આયોજન થાય છે.મહાશિવરાત્રિ પ્રવે શક્કરિયા બટાટાના ફરાળના મહાત્મ્યને લઈને ચરોતરના વેજીટેબલ માર્કેટોમાં શક્કરિયા-બટાટાનો વિપુલ જથ્થો વેચાણ અર્થે ઠલવાયો હતો. જેમાં વેપારીઓને 20 હજાર ગુણથી વધારે શક્કરિયાની આવક અને બટાટાની 12 હજાર ગુણથી વધારે થવા પામી છે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે.  આ ઉપરાંત મંદિરોની બહાર ઠેર-ઠેર ભાંગની લારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. જો કે સામાન્ય રીતે ધેન અને નશો ચઢે તેવી ભાંગ બનાવવામાં આવતી નથી. માત્ર ઠંડાઈ સ્વરૂપે જ પ્રસાદીની ભાંગ બનાવવમાં આવે છે. જેમાં વરીયાળી તથા ખાંડ અને સાંકરને ઓગાળવામાં આવે છે જેથી કોઈ પ્રકારે નુકસાન થાય નહીં તેની કાળજી રાખવામાં આવે છે,  તેવું  ભાંગના લારીવાળા જણાવી રહ્યાં છે.

 19મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ચરોતરના શિવમંદિરો સવારથી બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યાં હતાં. ગામ કે શહેર દરેકે દરેક શિવમંદિરોમાં ભાવિભક્તોની સવારથી લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે. નડીયાદ શહેરમાં  આવેલ કુંભનાથ મહાદેવ, નાના કુંભનાથ મહાદેવ, ધાગેશ્વર મહાદેવ, ચંદ્રમોલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ,રાજરાજેશ્વર મહાદેવ, કુબેર ભંડારી મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ , રામેશ્વર મહાદેવ વગેર મંદિરોમાં શિવજીને રિઝવવા માટે સૌ શ્રદ્ધાળુ ભક્ત ઉપાસના કરી રહ્યાં છે. આ ઉપંરાત  ગામેગામ મહાલઘુરૂદ્ર યજ્ઞ, શિવસ્ત્રોત, શિવજીની પૂજા-અર્ચના, મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. તેમજ સમગ્ર દિવસ દરમ્યાન ભોલેનાથ ભક્તો શિવજીને હજારો લીટર દૂધનો અભિષેક કરશે.

આ વર્ષે સોમવારે અને મહાશિવરાત્રિનો સુભગ સમન્વય થયો છે. તેથી તેનું વિશેષ મહત્વ આંકવામાં આવે છે. મંદિરોમાં લાઉડ સ્પીકરો પર શિવ મહિજન સ્ત્રોતનું ગાન કરવામાં આવી રહ્યું છે. મહાશિવરાત્રિની ઉજવણીરૂપે ખેડા જિલ્લામાં જુદા-જુદા 8 સ્થળોથી શિવયાત્રા શોભયાત્રા નીકળશે જ્યારે 31 સ્થળોએ મેળા ભરાશે.

 નડિયાદની જેમ મહેમદાવાદ તથા નજીકના આવેલા હલદરવાસ, ચકલાસીમાં શંકરાચાર્ય નગરુ ઉપરાંત પીજ,ડાકોર, કાલસર તથા વિરપુર વગેરે જેવા સ્થળોએ આવેલા જુદા-જુદા શિવમંદિરોમાં બેન્ડવાજાની સુરામલિ અને ભજન મંડળીઓની રમઝટ વચ્ચે ભગવાન ભોળાનાથને નગરયાત્રા કરવવામાં આવશે. જ્યારે નડિયાદ નજીક નેશનલ હાઈવે પાસે આવેલા શંકરાચાર્ય નગર ઉપરાંત વાત્રકના કાંઠે આવેલા ઉત્કંઠેશ્વર ખાતે તેમજ મહિસાગરના કિનારે આવેલા ગળતેશ્વર મહાદેવ સહિત અન્ય સ્થળોએ મળી ખેડા જિલ્લામાં નાના-મોટા 31 મેળાનું આયોજન થાય છે.

મહાશિવરાત્રિ પ્રવે શક્કરિયા બટાટાના ફરાળના મહાત્મ્યને લઈને ચરોતરના વેજીટેબલ માર્કેટોમાં શક્કરિયા-બટાટાનો વિપુલ જથ્થો વેચાણ અર્થે ઠલવાયો હતો. જેમાં વેપારીઓને 20 હજાર ગુણથી વધારે શક્કરિયાની આવક અને બટાટાની 12 હજાર ગુણથી વધારે થવા પામી છે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે. 
     
 આ ઉપરાંત મંદિરોની બહાર ઠેર-ઠેર ભાંગની લારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. જો કે સામાન્ય રીતે ધેન અને નશો ચઢે તેવી ભાંગ બનાવવામાં આવતી નથી. માત્ર ઠંડાઈ સ્વરૂપે જ પ્રસાદીની ભાંગ બનાવવમાં આવે છે. જેમાં વરીયાળી તથા ખાંડ અને સાંકરને ઓગાળવામાં આવે છે જેથી કોઈ પ્રકારે નુકસાન થાય નહીં તેની કાળજી રાખવામાં આવે છે,  તેવું  ભાંગના લારીવાળા જણાવી રહ્યાં છે.

રાકેશ પંચાલ