![]() |
| નાના અમિતાભનો જન્મદિવસ |
ચરોતર ખાતે બોરસદ તાલુકામાં વાસણા ગામમાં આવેલી ગોકળપુરા પ્રાથમિક શાળાએ એક અનોખા બાળકનો અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો .ગ્રામજનો દ્રારા આર્થિક સહાય મેળવીને તેમના એક વિધાર્થીનો 13મો જન્મદિવસ ઉજવ્યો . માત્ર તેર વર્ષનો ભરત ઠાકોર નામનો વિધાર્થી પ્રોજેરિયાની બિમારીના લક્ષણોને કારણે તે બીજા વિધાર્થીઓથી ઘણો અલગ લાગે છે. જોકે ગોકળપુરા પ્રાથમિક શાળામાં તે છેલ્લા એક વર્ષથી ભણે છે. પરંતુ આ વિધાર્થીએ શાંત સ્વભાવ અને તેજસ્વી દિમાગના કારણે સ્કુલ અને ગ્રામજનોનું દિલ જીતી લીધું હતું.જેથી પ્રોત્સાહનના ભાગરૂપે સ્કુલ દ્રારા તેના જન્મદિવસને ખાસ બનાવવા માટે ખાસ કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું .
ગ્રામજનોના સાથ સહકારથી વિધાર્થી ભરતના જન્મદિવસે સમગ્ર ગ્રામને બપોરેમાં જમાડવામાં આવ્યું. આ ઉપરાંત રાસ-ગરબા જેવા કાર્યકર્મોનું આયોજન થયું. અને છેલ્લે પ્રોજેરિયા જેવી બિમારી પ્રત્યે બાળકોમાં જાગૃતિ આવે તે માટે અમિતાભ બચ્ચનનું પા પિક્ચર પણ બતાવવામાં આવ્યું. જોકે પ્રોજેરિયાના લક્ષણ ધરાવતા વિધાર્થી ભરત સાથે રમવા કે ખાવા-પીવામાં બીજા બાળકોને કોઈ પ્રકારનો સંકોચ ન થતો નથી તેમ શિક્ષકો જણાવી રહ્યાં છે.
જોકે આ અનોખા બાળક ભરતે દરેક વિધાર્થીના મન જીતી લીધા છે. તે દરેક સાથે એક-મેકમાં ભળી ગયો છે.ભરત ભણી-ગણીને ગણિતનો શિક્ષક બનવા માગે છે. આ ચરોતરના પા ને નિરાંતના સમયમાં ક્રિકેટ અને સાઈકલ ચલાવવાનો શોખ છે. જોકે ભરત સારી રીતે સમજે છેકે તે બીજાથી અલગ દેખાય છે. પરંતુ તે વાતનો તેને થોડો પણ અફસોસ નથી. ભરત હાલ તો ગ્રામજનો અને મિત્રો માટે અમિતાભનું સ્વરૂપ છે. જોકે ભરતના પિતા અમિતાભ બચ્ચનનો આભાર માને છે. જેમણે પા પિક્ચરમાં પ્રોજેરિયાથી પીડિત બાળકનું પાત્ર ભજવ્યું અને લોકો આ રોગ પ્રત્યે વાકેફ થયાં છે. જેથી આ જન્મદિવસે અભિનેતા અમિતાભ બચ્ચનની પિક્ચર બતાવવામાં આવી છે.
રાકેશ પંચાલ


