www.GraminPatrika.com: બસ સ્ટેન્ડમાં જ બસે લીધો જીવ Blogger Widgets

બસ સ્ટેન્ડમાં જ બસે લીધો જીવ

બસમાં ચઢતાં વ્હીલ ફરી વળતાં ગુમાવ્યો જીવ


ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલા નવા  બસ સ્ટેન્ડમાં મહુધા ડેપોની  બસે એક મહિલાને મોતને ભેગી કરી દીધી હતી. શનિવારે બપોરના સમયે મહિલા નડિયાદથી પરત મહુધા જવા માટે બસ ચઢવાં ગઈને તેણે જીવ ગુમાવ્યો હતો.

 મહુધાના નાગરવાડા રહેતાં સીમા બહેન માત્ર 36 વર્ષનાં હતાં. મૃતક સીમા બહેન મહુધાની એક ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં આચાર્ય હતાં. જોકે તેઓ પોતાના કામ-કાજ સંદર્ભે નડિયાદ આવ્યાં હતાં. જ્યારે તેઓ પોતાના મહુધા જવા માટે નડિયાદ નવા બસ સ્ટેન્ડમાં કપડવંજ પ્લેટફોર્મ ઉપરથી બસમાં ચઢી રહ્યાં હતાં. તે સમયે જ બસના ટ્રાઈવરે બસને હંકારતાં મહિલા નીચે પટકાઈ ગઈ અને બસના પાછળના બન્ને ટાયર તેમના પગ ઉપર ચઢી ગયા હતાં.

આ અકસ્માતમાં ઘવાયેલી મહિલાને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. જોકે આ અકસ્માતથી બસ સ્ટેન્ડ થોડા સમય માટે થંભી ગયું હતું . કોઈને ખબર ન પડી કે આ કેવી રીતે શક્ય છે. અત્યાર સુધી અકસ્માત માત્ર રોડ ઉપર ચાલી રહેલા વાહનો વચ્ચે થતો જોયો છે. પરંતુ આ અકસ્માતે બસ સ્ટેન્ડમાં જ એક મહિલાને મોત હવાલે કરી દીધી હતી. જેથી લોકોમાં ભારે રોષ જણાયો હતો. જોકે હાલ  નડિયાદ શહેર પોલીસ મથકે બસચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

આ મહુધા ડેપોની બસ નો નંબર જીજે 18 વાય 1187  છે. જોકે બસ સ્ટેન્ડમાં રહેલા યાત્રીઓના મતે આ અકસ્માત ઘણો વિચિત્ર હતો. આ અકસ્માતમાં બેકાળજી હતી. ડ્રાઈવર અને કંડક્ટર વચ્ચે તાલમેલનો અભાવ હતો. જોકે કંડક્ટરે ઘંટડી માર્યા પછી જ બસ ડ્રાઈવરે બસને પ્લેટફોર્મથી ઉપાડવી જોઈતી હતી. અને કંડક્ટરે બધા પેસેન્જર ચઢી ગયા બાદ ઘંટડી મારીને ડ્રાઈવરને બસ ચલાવા માટેની સૂચના આપવી જોઈએ.
નડિયાદના બસ સ્ટેન્ડમાંથી રોજ હજારોની સંખ્યામાં યાત્રીઓ બસમાં અવર-જવર કરે છે. જેથી નડિયાદ શહેરમાં બે બસ સ્ટેન્ડ બનાવામાં છે. જેમાં એક બસ સ્ટેન્ડમાં  અમદાવાદ તરફ અને બીજા બસ સ્ટેન્ડમાં  વડોદરા તરફ જતી બસોના રૂટ પ્રમાણે વહેંચી દેવામાં આવ્યાં છે. જેથી બન્ને બસ સ્ટેન્ડમાં પ્લેટ ફોર્મ પ્રમાણે યાત્રીઓને બેસવાની વ્યવસ્થા સારી કરવામાં આવી છે. આ કારણોસર બન્ને બસ સ્ટેન્ડોમાં ભીડ જણાતી નથી. તેથી અચાનક સર્જાયેલા આ અકસ્માતે એસટી નિગરના કર્મચારીઓના કામ કરવાના વલણ પ્રત્યે પ્રશ્નાર્થ ચિંધ્યો છે.






રાકેશ પંચાલ