www.GraminPatrika.com: ડાકોરની દયનીય કથા Blogger Widgets

ડાકોરની દયનીય કથા

ગૌતમી તળાવ પ્રત્યેની બેદરકારી
જગવિખ્યાત યાત્રાધામ ડાકોરમાં દેશભરમાંથી ભાવિભક્તો આવે છે. હજારોની સંખ્યામાં લોકો ડાકોરમાં ભેગા થાયે છે. ફાગણી પૂનમના દિવસો નજીક છે. લોકો આ દિવસે હજારોની સંખ્યામાં આવે છે. આ દિવસે તંત્રને લોકોને નિયંત્રણમાં લેવા માટે મુશ્કેલી પડતી હોય છે. ફાગણી પૂનમના દિવસે ગૌમતી તળાવમાં સ્નાન કરવાનું અનેરૂ મહત્વ છે. આ દિવસે ભાવિભક્તો ગૌમતી નદીમા સ્નાન કરે છે. તેમ છંતા તંત્રને આ વાતથી અજાણ છે. ડાકોર મંદિરમાં આવેલા ગૌમતી તળાવની આસ પાસ કચરાના ગઢ પથરાયેલા છે. જેના કારણે ગંદકી ફેલાઈ ગઈ છે. ગૌમતી તળાવના પગથિયાં ચીકણા થઈ ગયા છે. કોઈ પણ સમયે જીવ ઉપર જોખમ સાબિત થઈ શકે તેમ છે. ગૌમતી તળાવની ચારેય દિશામાં કચરો પથરાયેલો હોવાથી ભક્તોને તળાવમાં સ્નાન કરવા માટે ચોખ્ખી જગ્યા મળતી નથી. જેથી તળાવના કિનારે આમ તેમ ભટકવું પડે છે કેટલાંય ભક્તો તંત્રની આ પ્રકારની બેદરકારીથી નારાજ  છે. તેમ છંતા તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે.
રાકેશ પંચાલ