રાજ્યના વન વિભાગ દ્રારા વર્ષો જુના વૃક્ષોની યાદી જાહેર કરાઈ છે. જેમાં 100 હેરિટેજ વૃક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેર કરાયેલા હેરિટેજ વૃક્ષોમાં નડિયાદ ખાતેની એક સાયન્સ કોલેજમાં 60 વર્ષનો ઈતિહાસ ધરાવતા ભોજપત્ર વૃક્ષ, ઉતરસંડા ગામમાં આવેલ આંબળાનું વૃક્ષ તેમજ કપંડવજ તાલુકાના અલવા ગામે આવેલું આંબલી અને આણંદ જિલ્લાના ચિખોદરા ગામમાં આવેલ રૂખડો પસંદગી પામેલો છે.જેથી ચરોતરવાસીઓ આ વર્ષો જુના વૃક્ષો પત્યે સભાન બન્યાં છે. ચરોતરના આણંદ જિલ્લાને ગ્રીન નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ રાજ્યના હેરિટેજ વૃક્ષોમાં આ વર્ષો જુના વૃક્ષોનો સમાવેશ થતાં પ્રકૃતિપ્રેમીઓમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.
આ જાહેર થયેલાં હિરટેજ વૃક્ષોની જાળવણી વનવિભાગ કરવામાં આવશે .આ ઉપરાંત રૂખડો અલભ્ય વૃક્ષ હોવાના કારણે તેનાં બીજમાંથી વૃક્ષો રોપવામાં આવે તેવી લાગણી પ્રકૃતિપ્રેમીઓ વ્યક્ત કરી રહ્યાં છે. જોકે વનવિભાગ આ બાબતે ખાસ ધ્યાન આપશે તેમ જણાવી રહ્યાં છે. ઉતરસંડાનું આંબળાનુ વૃક્ષ 110 વર્ષ જૂનું છે . જેની ઉંચાઈ 10 મિટરથી પણ વધુ આંકવામાં આવે છે. નડિયાદની સાયન્સ કોલેજમાં આવેલ ભોજપત્રનું વૃક્ષ 18 મિટરથી પણ વધુ ઉંચાઈ ધરાવાની સાથે 60 વર્ષ કરતાં પણ વધારે વર્ષો જૂનું છે. જ્યારે કપડવંજ તાલુકા આવેલ અલવા ગામની આંબલીનં વૃક્ષ 250 વર્ષો જૂનું અને ચિખોદરા ગામમાં આવેલ રૂખડો 300 વર્ષો કરતાં પણ વધારે વર્ષ જૂનો માનવામાં આવે છે. વર્ષો સુધી અડીખમ ઉભેલા આ વૃક્ષો સાથે ચરોતરવાસીઓને અનેરો સંબંધ બધાયેલો છે. તેવામાં વનવિભાગ દ્રારા આ વૃક્ષોને હેરિટેજ વૃક્ષો જાહેર થતાં આ વૃક્ષો હજુ વર્ષો સુધી અડિખમ ઉભા રહેશે તેવી આશા બંધાઈ છે.
રાકેશ પંચાલ
