| ચરોતરની ચિંતામાં વધારો |
આગામી પમી માર્ચથી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જેની તૈયારીઓમાં વિધાર્થીઓ કરી રહ્યાં છે. આ વર્ષે ખેડા જિલ્લામાં ધોરણ દસની પરીક્ષા માટે 32 પરીક્ષા કેન્દ્રો છે. જેમાં 35772 વિધાર્થી પરીક્ષા આપશે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના 6 કેન્દ્રોમાં 3019 તથા ધો.12 સામાન્ય પ્રવાહમાં 16 પરીક્ષા કેન્દ્રોમાં 19565 વિધાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે.
આ ઉપરાંત એસએસસી અને એચએસસીની બોર્ડ પરીક્ષા પૂર્વે ખેડા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરાયા છે.જેના દ્રારા વિધાર્થી પોતાને મૂંઝવતાં પ્રશ્નોનું માર્ગદર્શન લઈ રહ્યાં છે. જોકે બોર્ડની પરીક્ષાને કારણે વિધાર્થીના વાલીઓ ટેન્શનમાં આવી જાય છે. જેથી વિધાર્થી ઉપર દબાણ વધી જાય છે. પરંતુ વિધાર્થીઓના મતે પરીક્ષાની તૈયારી છ મહિના અગાઉથી શરૂ થઈ જાય છે. જેથી પરીક્ષાના અઠવાડિયા પહેલા માત્ર રિવીઝનની જરૂર પડતી હોય છે. જ્યારે વર્ષ દરમ્યાન દરરોજનું વાંચન ન કરતાં વિધાર્થીઓ માટે બોર્ડની પરીક્ષામાં મુશ્કેલી વધારી દેતા હોય છે.
જોકે અમુક વાલીઓના મતે આ દિવસો દરમ્યાન છોકરાઓને પોતાની મનગમતી પ્રવૃતિ કરવાનો સમય આપવો જોઈએ જેથી તેમનું મન પ્રસન્ન રહે છે. જેથી પરીક્ષાના ટેન્શનથી થોડા અંશે રાહત મળે છે. જોકે વિધાર્થીઓ આ વાતની સાથે સહેમત છે. જ્યારે અમુક જગ્યાએ મંદિરોમાં વિધાર્થીઓની અવર-જવર વધી ગઈ છે. બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને મંદિરના પુજારીઓ પણ વિધાર્થીઓને તિલક કરીને તેમને પ્રોત્સાહન આપે છે. જેથી વિધાર્થીના મનોબળમાં વધારો થાય છે. તેમ પુજારી જણાવી રહ્યાં છે.
રાકેશ પંચાલ
