અમુક ખેડૂતો ખુશ તો અમુક નારાજ |
રાજ્ય સરકાર દ્રારા ડાર્કઝોન દૂર કરવાનો નિર્ણય કરાતાં ખેડા જિલ્લાના કપડંવજ અને કઠલાલ તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આ નિર્ણય બાદ ખેડૂતો ખેતી માટે નવા વીજ કનેક્શનોનો મળશે તેવી આશા બંધાઈ છે. ડાર્કઝોન દૂર કરવાની માંગ લાબા સમયથી પડતર હતી. ડાર્કઝોન દૂર કરાતા ખેડૂતોને ખેતીમાં લાભ થશે. ચરોતર પંથક ખેતી માટે જાણીતો છે. ડાર્કઝોન દૂર કરવાના નિર્ણયથી ખેડૂતોને નવા વીજ કનેક્શનનો આવશે. જેનો ઉપયોગ સિંચાઈ માટે કરશે તેમ ખેડૂતો જણાવી રહ્યાં છે.
જોકે રાજ્ય સરકારે ડાર્કઝોન શરતી નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. વીજજોડાણ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ ફરજિયાત ટપક કે ફુવારા સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવી પડશે. જેથી ખેડૂતો મુંઝવણ અનુભવી રહ્યાં છે. તેમના મતે ટપક કે ફુવારા સિંચાઈ પદ્ધતિથી જુવાર,બાજરી,ઘઉં, ડાંગર કે મકાઈની ખેતી થઈ શક્તી નથી. આ ફક્ત બાગાયતી પાક લેતાં ખેડૂતો માટે યોગ્ય છે. આ શરતી ડાર્કઝોન નાબૂદી માત્ર અમીર ખેડૂતોને જ લાભ આપશે. બાગાયતી ખેતીમાં ઓછા પાણીની જરૂર હોય છે જેથી ટપક અને સિંચાઈ પદ્ધતિ ફાયદાકારક છે. જ્યારે ધાન્ય પાકમાં પાણીની જરૂર વધારે પ્રમાણમાં હોય છે. જેથી ટપક કે સિંચાઈ પદ્ધતિ કામે આવતી નથી. જેથી સરકારની આ શરતી કાર્ડઝોન દૂર કરવાનો નિર્ણય અમારી માટે મુશ્કેલી સમાન બની ગયો છે. તેમ ધાન્ય પાકની ખેતી કરનાર ખેડૂતો જણાવી રહ્યાં છે. જ્યારે બાગાયતી ખેતી કરનારા ખેડૂતો માટે સરકારનો ડાર્કઝોન દૂર કરવાનો નિર્ણય લાભ આપનારો બની ગયો છે. જેથી ચરોતરમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે.
રાકેશ પંચાલ
