| મામલતદારની ગાડી ઉપર બિભત્સ લખાણ |
ખેડા જિલ્લાના તાલુકા મથકે નડિયાદના ગ્રામ્યમામલતદારની સરકારી જીપ નંબર જી.જે.7.જી. 288ના કાચ તોડીને બોનેટ ઉપર બિભત્સ ગાળો લખવામાંઆવી હતી. જેથી સમગ્ર નડિયાદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. જોકે આ લખાણ કોણના દ્રારા લખવામાં આવ્યું છે. આ બાબતે હજુસુધી કોઈ વ્યક્તિ કે ટોળકી પડકાઈ નથી. જોકે હાલ પોલીસે આ બાબતે ફરિયાદ નોંધીનેતપાસ કરી રહી છે.
દરરોજની જેમ ઓફિસ ટાઈમ પૂર્ણ થયા બાદ નડિયાદ ગ્રામ્યમામલતદાર બી.કે.સોલંકીની સરકારી જીપના ડ્રાઈવરે આ વાહન જિલ્લા ટ્રેઝરી કચેરીનાઆગળના ભાગમાં મૂકી હતી.આજ કમ્પાઉન્ડમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખા છે. જેથી દિવસદરમ્યાન લોકોની વિપુલ પ્રમાણમાં અવર-જવર રહેતીહોય છે. પરંતુ આ કૃત્ય સોમવારની રાત્રિ દરમ્યાન થયું છે જેમાં જીપના કાચ તોડીનેબિભત્સ ગાળો લખવામાં આવી હતી તેમ જાણવા મળ્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય મામલદાર,નડિયાદના નામનું લખાયેલું પાટીયું પણ ચોરીને લઈ જવામાં આવ્યું છે. આ ગાડીના કૃત્યપાછળ કોઈ એક વ્યક્તિની સંડોવણી કે કોઈ ટોળકી છે તે બાબત પણ મોટો પ્રશ્ન બની ગયોછે. તે અંગે શહેરીજનોમાં અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યાં છે. લોકોના મતે આ બિભત્સવાક્ય ભષ્ટ્રાચારને સંદર્ભીને લખવામાં આવ્યું હતું. જેથી કોઈ ઈસમ મામલતદાર કચેરીના કામકાજથી અંસતોષ થયો હશેઅને જેથી છેવટે કંટાળીને આ કૃત્ય કર્યુંહશે તેમ જણાવી રહ્યાં છે.
